દિલ્હીની તાજ પેલેસ હોટલમાં રાહુલ આજે આપશે ઈફ્તાર પાર્ટી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઈફ્તાર પાર્ટી આપશે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ આ પહેલી વાર છે જ્યારે રાહુલ ગાંધી ઈફ્તાર પાર્ટી આપી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઈફ્તાર પાર્ટી આપશે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ આ પહેલી વાર છે જ્યારે રાહુલ ગાંધી ઈફ્તાર પાર્ટી આપી રહ્યા છે. રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ શામેલ થશે. ઈફ્તાર પાર્ટીનું આયોજન તાજ હોટલ પેલેસમાં કરવામાં આવશે. ઈફ્તાર પાર્ટીમાં વિપક્ષના ઘણા મોટા નેતાઓ શામેલ થશે. આ પહેલા કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ વર્ષ 2015 માં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યુ હતુ.

ઘણા દિગ્ગજ નેતા પહોંચશે ઈફ્તાર પાર્ટીમાં
રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં વિપક્ષી દળોના પણ ઘણા નેતા પહોંચશે. મીડિયા અહેવાલો મુજબ પાર્ટીમાં વિપક્ષના ઘણા નેતા આ પાર્ટીમાં શામેલ થવાના છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, જેડીએસના અધ્યક્ષ એચડી દેવગૌડા પણ શામેલ થવાની આશા છે.
|
કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કર્યુ ખંડન
પહેલા કહેવામાં આવી રહ્યુ હતુ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ઈફ્તાર પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યુ નથી. પરંતુ સોમવારે કોંગ્રેસ તરફથી આ સમાચારનું ખંડન કરવામાં આવ્યુ. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલે ટ્વિટ કરીને કહ્યુ, "ઘણા મીડિયા હાઉસે કોંગ્રેસ અધ્યક્ષ તરફથી મુખર્જીને ઈફ્તાર પાર્ટીમાં આમંત્રિત કરવા અંગે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે પ્રણવ મુખર્જીને આમંત્રિત કર્યા છે અને તેમણે એનો સ્વીકાર કર્યો છે. આશા છે કે આનાથી પાયાવિહોણી કયાસબાજી બંધ થશે."

અખિલેશ યાદવ અને માયાવતી પણ થઈ શકે છે શામેલ
અખિલેશ યાદવ અને માયાવતી પણ આ ઈફ્તાર પાર્ટીમાં પહોંચે તેવા આશા રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ પક્ષ તરફથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત મુલાયમ સિંહ યાદવ, શરદ યાદવ, શરદ પવાર, સીતારામ યેચુરી, તેજસ્વી યાદવ પણ શામેલ થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
