Exclusive: ગુમ થઇ ગયો તિરંગો જે 15 ઓગષ્ટ 1947ના રોજ ફરકાવ્યો હતો

તિરંગો શોધવાનો પ્રયત્ન
દેશના પ્રથમ સ્વતંત્રતા દિવસ પર ફરકાવવામાં આવેલો તિરંગ કેવી સ્થિતીમાં છે, તે જાણવા માટે અને સંસ્દ ભવનની મુલાકાત કરી. અમે તેને શોધવા માટે પ્રયત્ન કર્યા, પરંતુ નિરાશા હાથ લાગી. અમે સૌથી પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં ખંગાળવાનું શરૂ કર્યું. જ્યાં ગોડાઉનમાં ઐતિહાસિક ધરોહરની અનેક વસ્તુઓ પડી છે. પરંતુ રાષ્ટ્રપતિના કેટલાક સમય પહેલાં મીડિયા પ્રભારી રહેલા વેણુ રાજમણિએ સ્પષ્ટ કરી દિધું કે તેમણે તે તિરંગાની કોઇ જાણકારી નથી તે અહીં છે.
રાષ્ટ્રીય સંગ્રહાલય
હતાશ થયા વિના અમે રાષ્ટ્રીય સંગ્રહાલય નિકળી પડ્યાં. ત્યાં અમને થોડી આશાની કિરણ જોવા મળી. અમને અહીંયા કહેવામાં આવ્યું કે અહીં કેટલાક ઐતિહાસિક અવસરો પર લહેરાવવામાં આવેલા તિરંગા છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે તિરંગા તો ઘણા રાખ્યા છે પરંતુ તે તિરંગો નથી જેને જવાહરલાલ નહેરૂએ ફરકાવ્યો હતો.
કર્મચારીએ એક જુનો તિરંગો નિકાળ્યો તો ખબર પડી કે તે એ તિરંગો છે જેને 1946માં મુંબઇમાં થયેલ ઐતિહાસ નેવલ મ્યુટની દરમિયાન ભારતીય જવાનોએ ફરકાવ્યો હતો.
દિલ્હી યૂનિવર્સિટીના ઇતિહાસ વિભાગ સાથે સંકાળેયાલા ડૉ. અનિરૂદ્ધ દેશપાંડે કહે છે કે નેવલ મ્યુટનીથી અંગ્રેજ સરકાર હલી ગઇ હતી. કહેવામાં તો એમપણ આવે છે કે ત્યારબાદ બ્રિટીશ સરકારને સમજણ પડી ગઇ હતી કે હવે ભારત પર વધુ રાજ કરવું શક્ય નથી. તે સૈન્ય વિદ્રોણમાં સામેલ સૈનિકોની પાસે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના ઝંડા હતા. સ્પષ્ટ છે કે અહીંયા કોંગ્રેસનો જ ઝંડો હશે.
સીપીડબ્લ્યૂડી પણ સંભાળી ન શક્યું
ત્યારબાદ અને કુષક રોડની સીપીડબ્લ્યૂ ઓફિસ પર પ્રયાણ કર્યું. લાલ કિલ્લા પર થનાર 15 ઓગષ્ટ સમારોહની તૈયારીમાં તેની પણ ભૂમિકા રહે છે. પરંતુ અહીંયા પણ અમને એક અધિકારીએ જણાવ્યું કે તેમને તે તિરંગોનો અહીં હોવાની કોઇ જાણકારી નથી, જેને જવાહરલાલ નહેરૂએ 15 ઓગષ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પરથી ફરકાવ્યો હતો.
અંતિમ આશા પર પણ ફરી વળ્યું પાણી
અમારી અંતિમ આશા રાષ્ટ્રીય સંગ્રહાલય હતી. પરંતુ અફસોસ અહીંયા પણ વાત બની નહી. અહીંયાની સૂચના અને સ્વાગત અધિકારી મમતા મિશ્રએ કહ્યું કે અમારી પાસે માનવ સભ્યતાના અવશેષ, મૌર્યકાલીન, ગાંધાર, ગુપ્ત તથા અન્ય રાજવંશોના સમયના ભીંતચિત્રો, તામપત્ર અને દુર્લભ કલાકૃતિઓ તો છે, પરંતુ કોઇ તિરંગો નથી. તો પ્રશ્ન ઉદભવે છે કે ક્યાં ગયો તે તારીખી તિરંગો?












Click it and Unblock the Notifications
