Exit poll 2024 : હૈદરાબાદમાં બીજેપી ઔવેસીને હરાવી શકશે? જાણો શું કહે છે એક્ઝિટ પોલ?

Exit poll 2024 : મુસ્લિમ બહુમતિ ધરાવતી હૈદરાબાદ લોકસભા સીટ પર અસસુદીન ઔવૈશીનો દબદબો રહ્યો છે. હવે સવાલ એ છે કે આ સ્થિતીમાં બીજેપી ઔવેસીને હરાવી શકશે કે નહીં?

એક્ઝિટ પોલની વાત કરીએ તો દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની લહેર છે. લગભગ તમામ એક્ઝિટમાં બીજેપીની આગેવાની હેઠળના એનડીએને 350 સીટો આપવામાં આવી છે.

Hyderabad Lok Sabha Election

આ બધા વચ્ચે દેશમાં એવી ઘણી વીઆઈપી લોકસભા બેઠકો છે જેના વિશે લોકોને એક્ઝિટ પોલના પરિણામો જાણવામાં રસ છે. આવી જ એક સીટ હૈદરાબાદ લોકસભા સીટ છે.

હૈદરાબાદ લોકસભા સીટ માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થયું હતું. હૈદરાબાદ સીટ પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને બીજેપી ઉમેદવાર માધવી લતા વચ્ચે મુકાબલો છે. હવે હૈદરાબાદના એક્ઝિટ પોલના આંકડા ચોંકાવનારા છે.

એક્ઝિટ પોલ અનુસાર, વર્તમાન સાંસદ અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી હારી શકે છે. ચાણક્ય, NDTV પોલ ઑફ પોલ અને TOI સાથેના પોલ આગાહી કરે છે કે બીજેપી ઉમેદવાર માધવી લતા હૈદરાબાદ મતવિસ્તારમાં AIMIMના વર્તમાન ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીને હરાવી શકે છે.

ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપના ઉમેદવાર માધવી લતા પણ જીતી શકે છે. આ સંભવિત પરિણામ પર સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા ચૂંટણી વિશ્લેષકો કહે છે કે માત્ર ઓવૈસી જ જીતશે, પરંતુ હા બીજેપીની વોટ ટકાવારીમાં જોરદાર વધારો થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X