એક્ઝિટ પોલ: મણિપુર વિધાનસભા ચૂંટણી 2017માં કોંગ્રેસ થશે સાફ

Posted By:
Subscribe to Oneindia News

મણિપુર વિધાનસભા ચૂંટણી 2017ના ચૂંટણીના પરિણામ ચાર રાજ્યોના પરિણામની સાથે 11મી માર્ચે બહાર આવશે. પણ તે પહેલા એક્ઝિટ પોલ જે તરફ ઝુકાવ બતાવી રહી છે તે કહે છે કે આ વખતે કોંગ્રેસ અહીં પણ પોતાની સત્તા ખોઇ દેશે. નોંધનીય છે કે આ વખતે ઇરોમ શર્મિલા પહેલા વાર ચૂંટણી લડી રહી છે. અને તે મણિપુરના લોકોમાં પહેલેથી જ લોકપ્રિય છે. ત્યારે મણિપુર વિધાનસભા ચૂંટણીમાં કંઇ પાર્ટીને કેટલી સીટો મળશે અને કોની સરકાર મણિપુરમાં રાજ કરશે તે અંગે વિવિધ એક્ઝિટ પોલ શું કહે છે વિગતવાર જાણો અહીં.

manipur

ઇન્ડિયા ટીવી અને સી વોટર્સના એક્ઝિટ પોલ મુજબ મણિપુરમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવે તેવી સંભાવના છે. મણિપુરથી ભાજપને 25 થી 31 સીટો મળવાની સંભાવના છે. તો બીજી તરફ કોંગ્રેસને ખાલી 17 કે 23 જ સીટો મળશે. ત્યાં જ અન્યને 9 થી 15 સીટો મળશે.

ઇન્ડિયા ટુડે અને સર્વે એજન્સિ એક્સિસ અનુસાર, કોંગ્રેસને 30થી 36, ભાજપને 16થી 22 અને એનપીએફ ને 3થી 5 સીટો મળવાની સંભાવના છે. અન્યોને 3થી 6 સીટો મળવાની સંભાવના છે.

English summary
Read here all the update on exit poll for Manipur assembly elections 2017.
Please Wait while comments are loading...