Exit Poll : ઉત્તર પ્રદેશમાં ભાજપનું કમળ ખીલશે કે સાયકલ દોડશે?

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017નું પરિણામ 11 માર્ચે બધાની સામે આવશે. આ પરિણામ બહાર આવે તે પહેલા અનેક ચેનલ એક્ઝિટ પોલ લઇને આવી રહી છે. તો જાણો શું કહે છે એક્ઝિટ પોલ યુપી ચૂંટણી પર...

યુપી વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામો 11 માર્ચે જાહેર કરવામાં આવશે. આ પરિણામો આવે તે પહેલા અનેક મીડિયા ચેનલ આ અંગેના તેમના એક્ઝિટ પોલને લઇને આવશે. ત્યારે યુપી વિધાનસભા ચૂંટણી 2017માં કોને કેટલી સીટો મળશે અને ઉત્તર પ્રદેશમાં કમળ ખીલશે કે સાયકલ દોડશે તે અંગે વધુ જાણો અહીં.

up election

ટાઇમ્સ નાઉ- વીએમઆર સર્વે મુજબ બીજેપીને 190 થી 210 સીટો મળી શકે છે. એસપી કોંગ્રેસને 110 થી 130 સીટો મળવાની સંભાવના છે. બીએસપીને 57થી 74 સીટો મળવાની સંભાવના છે. અને અન્યના ખાતામાં 8 સીટો આવશે

ન્યૂઝ એક્સ- MRC સર્વેક્ષણ : બીજેપીને 185 સીટો મળશે. એસપી કોંગ્રેસને 120 સીટો અને બીએસપીને 90 સીટો મળશે.

ઇન્ડિયા ન્યૂઝ મુજબ યુપીમાં એસપી-કોંગ્રેસને 120, ભાજપને 185, બીએસપીને 90 અને અન્યને 8 સીટો મળશે.

સમાચાર ચેનલ ઇન્ડિયા ટીવી અને સર્વે એજન્સિ સી-વોટર્સ અનુસાર, ભાજપને 155 થી 165 સીટો મળશે, સપા-કોંગ્રેસ ગઠબંધનને 135 થી 147 સીટો, બસપાને 81 થી 93 સીટો અને અન્યને 8 થી 20 સીટો મળે એવી સંભાવના છે.

એબીપી ન્યૂઝ-સીએસડીએસ દ્વારા યુપીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. ભાજપને 164થી 176 સીટો મળી શકે એમ છે. સપા-કોંગ્રેસ ગઠબંધન 156થી 169 સીટો સાથે બીજા નંબર પર છે. માયાવતીની પાર્ટી બસપાને 60 થી 72 સીટો મળવાનું અનુમાન છે, જ્યારે અન્યોને 2થી 6 સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X