For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નુકસાનનું આકલન કરવા એક્સપર્ટ્સની ટીમ કેદારનાથ જશે

|
Google Oneindia Gujarati News

kedarnath-temple
નવી દિલ્હી, 29 જૂન : ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઇ)ના નિષ્ણાતોની એક ટીમે પૂર પ્રકોપથી કેદારનાથ મંદિરને પહોંચેલા નુકસાનનું આકલન કરવા માટે અને મંદિરને ફરીથી પહેલા જેવું રૂપ આપવા માટે જરૂરી બાબતોનો અભ્યાસ કરવા માટે પવિત્ર યાત્રા ધામ કેદારનાથની મુલાકાત લેશે.

આ ટીમમાં દહેરાદૂન અને દિલ્હીના પાંચ નિષ્ણાતો સામેલ હશે. રાજ્ય સરકારે તીર્થસ્થળને પહોંચેલા નુકસાનના આકલન માટે એએસઆઇની મદદ માંગી હતી. સૂત્રોએ જણાવ્યું કે ટીમને રવિવાર સુધીમાં હેલિકોપ્ટરથી કેદારનાથ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવશે. અત્યારે કેદારનાથ મંદિર એએસઆઇ હેઠળ આરક્ષિત સ્થળ નથી. એએસઆઇ ટીમ પોતાનો રિપોર્ટ ઉત્તરાખંડના મુખ્યમંત્રીને સોંપશે.

બીજી તરફ પૂરથી પ્રભાવિત ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને કારણે ફરી એકવાર મહત્વપૂર્ણ બચાવ અભિયાનમાં અવરોધ ઉભો થયો છે. કેદારનાથ અને ગુપ્ત કાશીમાં અટકી અટકીને થનારા વરસાદને કારણે કાટમાળ ખસેડવાની અને તેની નીચે દટાયેલા મૃતદેહોને બકાર કાઢવાની પ્રક્રિયામાં ભારે અવરોધ આવી રહ્યો છે.

English summary
Experts to assess Kedarnath shrine damage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X