For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશ મંત્રી એસ એમ ક્રિશ્નાએ રાજીનામુ આપ્યું

|
Google Oneindia Gujarati News

s-m-krishna
નવી દિલ્હી, 26 ઑગસ્ટ : રવિવારે યુપીએની આગેવાનીવાળી સરકારના કેન્દ્રીય મંત્રીમંડળની પુનર્રચના થવાની છે એ પહેલા જ વિદેશ મંત્રી એસ એમ ક્રિશ્નાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હોવાના અહેવાલ છે. તેમને સંગઠનમાં મોકલવામાં આવશે. ફેરબદલને પગલે અન્ય મંત્રીઓ પણ રાજીનામા આપી શકે છે.

આજે કોર કમિટીની બેઠક મળવાની હતી. આ બેઠક રદ કરવામાં આવી અને વડાપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર અંગે બેઠક મળી હતી.

સૂત્રો તરફથી એવા પણ સમાચાર છે કે ક્રિશ્નાના પગલે અન્ય મંત્રીઓ પણ રાજીનામા આપી શકે છે. જેમાં રાજસ્થાનના એક મંત્રીનું નામ ચર્ચામાં છે. વિદેશ મંત્રી તરીકે ક્રિશ્નાનું સ્થાન કર્ણાટકના આગેવાન અને રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેન રહી ચૂકેલા રહેમાન ખાન લઇ શકે એવી સંભાવના છે.

આ ઉપરાંત વિવાદમાં રહેલા કોંગ્રેસી નેતા સલમાન ખુર્શીદના પદમાં ફેરફારની શક્યતા હાલ પુરતી ટળી હોય એમ લાગે છે. બીજી તરફ ઘણા સમયથી રાહુલ ગાંધી મંત્રી પદ મેળવશે કે નહીં એ વાત અંગે પણ આજે સંકેત મળ્યા છે કે આ વખતની મંત્રીમંડળની પુનર્રચનામાં રાહુલ ગાંધીનો સમાવેશ કરવામાં નહીં આવે.

સૂત્રો જણાવે છે કે આ તમામ ફેરફાર કર્ણાટકમાં સર્જાયેલી રાજકીય પરિસ્થિતિને સંતુલિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે.

English summary
External Affairs Minister SM Krishna resigns :sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X