Thank You Facebook: 11 વર્ષ બાદ પાછો મળ્યો પરિવાર
પુણે, 3 ઓગષ્ટ: સામાન્ય હિન્દી ફિલ્મોની જેમ આ કહાનીમાં બધા મરીમસાલા છે અને તેનો અંત પણ ખૂબ સુખદ છે. પાઘડીધારી ગુરૂબાજ સિંહે જ્યારે એક મરાઠી ડોમલે પરિવારનો દરવાજો ખખડાવ્યો તો લાગ્યું કે કોઇ મહેમાન છે. પરંતુ તે કોઇ અજાણ્યો વ્યક્તિ કે મહેમાન ન હતો પરંતુ 11 વર્ષ પહેલાં ગુસ્સામાં ઘર છોડીને જતો રહેલો અંકુશ હતો.
ઘરથી બહાર યાત્રા દરમિયાન સિખ ધર્મ અપનાવનાર અંકુશના નાના ભાઇ સંતોષને 21 જુલાઇની રાત્રે પોતાના ફેસબુક પ્રોફાઇલ પર એક મેસેજ મળ્યો. તેમાં કહ્યું હતું કે હું તારો ભાઇ છું. મને ફોન કરે. મેસેજમાં આપેલા નંબર પર જ્યારે ફોન કર્યો તો ખબર પડી કે તે તેનો ભાઇ અંકુશ છે જે 13 વર્ષની ઉંમરે ઘર છોડીને ભાગી ગયો હતો. ફેસબુક પર અંકુશનો ફોટો જોઇને સંતોષ અચંબામાં પડી ગયો કારણ કે તેને પાઘડી પહેરી હતી. પરંતુ તેની માતા હેમલતાએ ચહેરા અને પાંપણ પર વાગ્યાનું નિશાન જોઇને તેને ઓળખી લીધો.

અંકુશનું ઘર છોડીને જવાથી માંડીને ઘરે પરત ફરવાની આખી કહાની બિલકુલ ફિલ્મી છે. 28 જુલાઇના રોજ લુધિયાણાથી બિલ્કુલ નવા અવતારમાં ગુરૂબાજ સિંહ ઘરે આવ્યો. ગુરૂબાજ સિંહ એટલે અંકુશ યાદ કરતાં કહે છે કે, હું કાકાની ગાડી ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે એક બીજી ગાડી સાથે ટક્કર લાગી ગઇ જેનાથી ગાડીને નુકસાન થયું. માતાએ અને કાકાએ મને માર માર્યો.
માતાએ 50 રૂપિયા આપ્યા અને ઘરેથી નિકળી જવાનું કહ્યું, ત્યાર બાદ તેની લાંબી યાત્રા શરૂ થઇ. ઘર છોડી દિધુ અને નિકળી પડ્યો. મુંબઇમાં તેમને એક સિખ મળ્યા જે તેને પોતાના ટ્રકમા6 નાંદેડ લઇ ગયા. જ્યારે તેને પંજાબ જવાની મનાઇ કરી તો ડ્રાઇવરે મરાઠાવાડા વિસ્તાર સ્થિત સિખોના પવિત્ર શહેર નાંદેડમાં એક ગુરૂદ્વારમાં તેને છોડી દિધો.
ત્યારબદ તે ગુરૂદ્વાર લંગરમાં સેવા કરવા લાગ્યો. છ મહિનામાં નવા કામથી જાણકાર થઇ ગયો અને તે દરમિયાન તેની મુલાકાત મેજરસિંહ સાથે થઇ. બાબા (સિંહ) તેને લુધિયાણા લઇ ગયા. અંકુશ કહે છે કે ત્યારબાદ હું સિખ બની ગયો. મારું નામ ગુરૂબાજ સિંહ થઇ ગયું. આ દરમિયાન તે કામમાં જોડાઇ ગયો. તાજેતરમાં જ એક સહકર્મી સાથે ઝઘડો થઇ ગયો અને તેને ઘરની યાદ સતાવવા લાગી. ત્યારબાદ તેને પોતાના બાળપણ અને ભાઇ સંતોષની યાદ આવી. ત્યારબાદ ફેસબુક પર સંતોષ નામ સર્ચ કર્યું અને તેને મેસેજ મોકલ્યો. તે કહે છે કે જ્યારે મેં આખી કહાની બાબાને સંભાળી તો તેમને ઝેલમ એક્સપ્રેસમાં મારી ટિકિટ બુક કરાવી દિધી અને પુણે પહોંચી ગયો.












Click it and Unblock the Notifications
