For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબૂકની મોટી કાર્યવાહી, કોંગ્રેસના 687 પેજ ડીલીટ કર્યા

લોકસભા ચૂંટણી પહેલા સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુકે સોમવારે એક મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ રાખનારા 687 પેજ ડીલીટ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પહેલા સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુકે સોમવારે એક મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ રાખનારા 687 પેજ ડીલીટ કર્યા છે. સમાચાર એજેન્સી રોયટર્સ ઘ્વારા જાહેર કરવામાં આવેલી ખબર અનુસાર એવું જણાવવામાં આવ્યું છે કે આ કાર્યવાહી આ ફેસબૂક પેજની ફરિયાદ પછી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ફેસબુકે પાકિસ્તાન સેનાના કર્મચારીઓના 103 ફેસબૂક એકાઉન્ટ પણ હટાવી દીધા છે. હજુ સુધી કોઈ નક્કર જાણકારી સામે નથી આવી કે આખરે ફેસબુકે આ પેજોને કેમ હટાવી દીધા છે.

હટાવવાનું કારણ

રોયટર્સમાં છપાયેલી ખબર અનુસાર ફેસબૂક ઇન્ડિયા ઘ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સોમવારે જણાવવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણીના થોડા દિવસ પહેલા જ ભારતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજ ડીલીટ અને એકાઉન્ટ અપ્રમાણિક સૂચના ફેલાવવા બદલ હટાવી દેવામાં આવ્યા છે. વિશ્વમાં પહેલીવાર ફેસબુકે કોઈ રાજનૈતિક પાર્ટી સામે આટલું મોટું પગલું ભર્યું છે, જ્યાં તેમના 300 મિલિયન કરતા પણ વધારે યુઝર છે જે દુનિયામાં સૌથી વધારે છે.

કોંગ્રેસ આઇટીસેલ સંબંધિત

કોંગ્રેસ આઇટીસેલ સંબંધિત

ફેસબુકે જણાવ્યું કે તેમને જાંચમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિઓએ ખોટા એકાઉન્ટનો ઉપયોગ કર્યો છે. પોતાના નકલી કન્ટેન્ટનો પ્રચાર કરવા માટે તેઓ એંગેજમેન્ટ વધારવા માટે અલગ અલગ ગ્રૂપમાં જોડાયા. તેમના પોસ્ટમાં સ્થાનીય સમાચાર અને પીએમ મોદી અને ભાજપની આલોચના શામિલ હતી. ફેસબૂક ઘ્વારા જાહેર કરવામાં આવેલા નમુનામાં એવા બે પોસ્ટ હતા, જેમાં પીએમ મોદીની આલોચના કરવામાં આવી હતી જયારે રાહુલ ગાંધીના વખાણ કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાની સેનાના 103 એકાઉન્ટ ડીલીટ

પાકિસ્તાની સેનાના 103 એકાઉન્ટ ડીલીટ

ફેસબુકે એવું પણ જણાવ્યું કે તેમને પાકિસ્તાન સેના સાથે જોડાયેલા કર્મચારીઓના આવા જ 103 પેજ પણ હટાવ્યા છે, જેઓ અપ્રમાણિક વ્યવહારમાં શામિલ હતા. આ બધા જ પાકિસ્તાની આર્મીના ઇન્ટર પબ્લિક રિલેશન વિભાગ સાથે જોડાયેલા હતા, જેનું સંચાલન પાકિસ્તાનથી થતું હતું.

English summary
Facebook says removing 687 pages, accounts linked to Congress party ahead of polls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X