Fact Check: શું સરકારે કોરોના વાયરસવાળા મેસેજ પર લગાવ્યો છે બેન? જાણો સત્ય

સોશિયલ મીડિયા પર અત્યારે એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ એ મેસેજ અને તેનુ સત્ય.

સોશિયલ મીડિયા પર અત્યારે એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, 'કોરોના વાયરસ વિશે કોઈ પણ મેસેજ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ ખોટી પોસ્ટ કરશે તો આઈટી એક્ટ હેઠળ સંબંધિત ગ્રુપના એડમિન અને બાકીના સભ્યો સામે કેસ નોંધવામાં આવશે. તો આ વાતનુ ધ્યાન રાખો અને સુરક્ષિત રહો.' તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે.

phone

આ ફેક મેસેજમાં ત્યાં સુધી કહેવામાં આવ્યુ છે, 'કોરોના વાયરસ વિશેના મેસેજ માત્ર સરકારી એજન્સીઓ જ કરી શકે છે. આ આદેશ પર ભારત સરકારના ગૃહમંત્રાલયના પ્રમુખ સચિવ રવિ નાયકના હસ્તાક્ષર છે.' તમને જણાવી દઈએ કે ગૃહ મંત્રાલય તરફથી આવો કોઈ આદેશ પાસ કરવામાં આવ્યો નથી.

એનાથી ઉલટુ સરકાર તો ખુદ લોકોને કોવિડ-19 વિશે જાગૃતિ ફેલાવવા માટે સાચા અને યોગ્ય મેસેજ પોસ્ટ કરવા માટે પ્રેરિત કરી રહી છે. ગૃહ મંત્રાલયનુ કહેવુ છે કે નકલી મેસેજ પોસ્ટ કરવા પર સજા થઈ શકે છે. ગૃહ મંત્રાલયના સૂત્રએ વન ઈન્ડિયાને જણાવ્યુ છે કે આવો કોઈ પણ આદેશ જારી થયો નથી. એ પણ ધ્યાન આપવુ જોઈએ કે ફેક મેસેજનો હવાલો આપનાર અધિકારી ગૃહ મંત્રાલયના નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X