For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપને રૂટિન ગણાવનારા યુપી ડીજીપી સાથે જોડાયેલા રહસ્ય

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના આઇપીએસ આનંદ લાલ બેનર્જીએ જ્યારે બળાત્કારને નોર્મલ રૂટિન ગણાવ્યું તો યુપી જ નહીં પરંતુ દેશભરમાં પ્રદેશની થૂ-થૂ થવા લાગી. ડીજીપી કહે છેકે રેપ તો રૂટિન છે, પોતાની જાતે રોકાઇ જશે. દર વર્ષે થતા રહે છે, તેની સંખ્યા એટલી નથી, જેટલી મીડિયા દર્શાવી રહી છે. આટલા મોટા પદ પર બેસેલા અધિકારી જો આવું ઘૃણાસ્પદ નિવેદન કરી રહ્યાં હોય, ત્યારે તેની પાછળ કોઇને કોઇ કારણ તો જરૂર હશે. જીહાં, અહી પણ કેટલાક રહસ્યો છે.

anand-lal-banerjee
28 ફેબ્રુઆરી 2014ના રોજ જ્યારે ઉત્તર પ્રદેશના ડીજીપીનું પદ સંભાળ્યુ તો મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિત આખા પ્રદેશમાં આશા જાગી કે બેનર્જીની દેખરેખમાં યુપી પોલીસ વધુ તત્પર થશે, પરંતુ બધું તેનાથી ઉલટું થયું. તેમના કાર્યકાળમાં હત્યાઓ, બળાત્કાર, લૂટપાટ સહિતના અપરાધો વધ્યા, તેમ છતાં મુખ્યમંત્રીએ તેમને કંઇક કહ્યું નથી. અહી તસવીરોમાં કેટલાક તથ્યો અને રહસ્યો આપવામાં આવ્યા છે, જે આપણે વિચારવા માટે મજબૂર કરી દે છે.

એએલ બેનર્જી સાથે જોડાયેલા રહસ્યો

પહેલું રહસ્ય
ડીજીપી બેનર્જીએ પોતાની કારકિર્દીની શરૂઆતથી લઇને અત્યારસુધીમાં કુલ માત્ર પાંચ વર્ષ જ કાયદો વ્યવસ્થા સંભાળવાની તક મળી છે. તેમની નોકરીમાં મોટાભાગનો સમય સીબીસીઆઇડી, એઓડબલ્યુ, એસટીફ અને અન્ય ટેક્નિકલ શાખાઓમાં તેઓ રહ્યાં છે. જરા વિચારો, જે અધિકારીએ થોડીક પણ કાયદો વ્યવસ્થા સંભાળી નથી તે પ્રદેશની કાયદો વ્યવસ્થા કેવી રીતે સંભાળી શકે.

બીજુ રહસ્ય
બેનર્જીનો રાજકીય નેતાઓ સાથે ઘરોબો નથી. આ કારણે તેમનું પોસ્ટિંગ હંમેશા એ વિભાગોમાં થયું, જ્યાં જનતા સાથે સંપર્ક ઓછો હોય.

ત્રીજું રહસ્ય
બેનર્જીએ ડીજીપી બનવા માટે ઉત્તર પ્રદેશના એક મોટા બિઝનેસ પરિવાર તરફથી મુલાયમ સિંહ પર દબાણ વધાર્યું હતું, ત્યાર બાદ દબાણમાં આવીને અખિલેશ યાદવે તેમને ડીજીપી બનાવ્યા હતા.

ચોથું રહસ્ય
સહકર્મી જણાવે છેકે એએલ બેનર્જીની કામ કરવાની રીત ઘણી ઢીલી છે. તે આરામની નોકરી પસંદ કરે છે, એટલે કે મળી ગયું તો ઠીક છે. આ ચાર વાતોને વાંચી તમે અસહજતા અનુભવી રહ્યાં હશો કે દેશના સૌથી મોટા રાજ્યના ડીજીપી એવી વ્યક્તિને બનાવી દેવામાં આવ્યા છે, જે જનતાનું દર્દ સમજી શકતા નથી.

English summary
Uttar Pradesh DGP Anand Lal Banerjee who says Rape is routine, is now on the top of trend. Here are four facts which you don't know about him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X