ભાજપ શિવસેના આજે થઇ જશે એક?

મુંબઇ, 28 નવેમ્બર: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે શિવસેનાને સાથે હાથ મિલાવી શકે છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અલ્પમતની ભાજપ સરકાર પર ચિંતા વ્યક્ત કરતાં ફરીથી શિવસેનાની મિત્રતાને યાદ કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમને આશા છે કે શિવસેના અને ભાજપનું ગઠબંધન ફરીથી યથાવત રહેશે. શિવસેના-ભાજપ એકસાથે આવી જશે. જાણકારી અનુસાર આજે ભાજપની સરકાર દ્વારા શિવસેના સાથે વાતચીત કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઇએ કે ભાજપે મિત્રતાનો હાથ આગળ વધારતાં કહ્યું કે શિવસેનાને સરકારમાં સામેલ કરવા માંગે છે. આ કડીમાં ભાજપના બે મોટા નેતા ધમેન્દ્ર પ્રધાન અને ચંદ્રકાંત પાટિલ આજે શિવસેના સાથે વાતચીતને આગળ વધારી શકે છે.

fadnavis

જાણકારી અનુસાર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પોતાની કેબિનેટનું પ્રથમ વિસ્તરણ એક ડિસેમ્બરના રોજ કરશે. ભાજપે સ્પષ્ટ કરી દિધું છે કે રાજ્ય સરકારની સ્થિતિ સ્થિર કરવા માટે શિવસેનાની સાથે લઇને આગળ વધી શકાય છે. શિવસેનાને સરકારનો ભાગ બનાવવાનો દરેક પ્રયત્ન ચાલુ છે. એક ડિસેમ્બર પહેલાં શક્ય છે કે દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાને સરકારમાં સામેલ કરવામાં સફળ થઇ જશે.

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારનું પ્રથમ વિસ્તરણ 1 ડિસેમ્બરના રોજ થઇ શકે છે. ભાજપે સ્પષ્ટ કરી દિધું છે કે રાજ્યમાં સ્થિર સરકાર બનાવવા માટે શિવસેનાને સાથે લઇને ચાલવામાં આવશે. શિવસેનાને સરકારનો ભાગ બનાવવાને લઇને ભાજપ કેટલી ગંભીર છે એ વાતનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે દેવેન્દ્ર ફડણવીસ પોતે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે વાતચીત કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X