For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાવાઈરસને પગલે RBI પોતાનું નાણાકીય વર્ષ બદલશે? Fact Check

કોરોનાવાઈરસને પગલે RBI પોતાનું નાણાકીય વર્ષ બદલશે? Fact Check

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના વધતા સંકટની વચ્ચે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના નાણાકીય વર્ષમાં બદલાવનો ફેસલો લીધો છે. આ મેસેજમાં કહેવાયું છે કે RBI પોતાના નાણાકીય વર્ષ (1 જુલાઈથી આગલા વર્ષ 30 જૂન) કરવા જઈ રહી છે. પરંતુ હકીકતમાં આવું નથી, ફેક્ટ ચેકમાં સામે આવ્યું કે મેસેજમાં કરવામાં આવેલ દાવો ખોટો છે.

RBI

જણાવી દઈએ કે બેંકે આવા પ્રકારના ફેસલાતો જરૂર લીધા છે પરંતુ કોરોનાવાઈરસ સાથે કોઈ લેવાદેવા નથી. આ એક ઘણું જૂનું સૂચન છે, જેના પર ગત વર્ષે પણ વાત થઈ હતી. જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે પણ આના સંકેત આપ્યા હતા. આરબીઆઈનું નાણાકીય વર્ષ 1 જુલાઈથી આગલા વર્ષે 30 જૂન સુધી હોય ચે જ્યારે કેન્દ્ર સરકારનું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી આગલા વર્ષે 31 માર્ચ સુધીનું હોય ચે. વિમલ જાલાન સમિતિએ આરબીઆઈનું નાણાકીય વર્ષ સરકારના નાણાકીય વર્ષ સમાન કરવાની ભલામણ કરી હતી. જે બાદ 15 ફેબ્રુઆરીએ બેંક તરફથી આને મંજૂરી આપી દેવામાં આવી હતી અને તેને કેન્દ્રને મોકલી આપી હતી. એવામાં કોરોનાવાઈરસ સાથે કોઈપણ પ્રકારે જોડવું ઠીક નથી.

fake msg

જણાવી દઈએ કે કોરોનાવાઈરસના વધતા ખતરાને જોતા સોમવારે જ દેશના મોટાભાગના ભાગો બંધ છે. જ્યારે પીએમ મોદીના એલાન બાદ 25 માર્ચથી આખો દેશ લૉકડાઉન છે. પંજાબ, મહારાષ્ટ્રમાં અગાઉ જ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. બુધવારે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત મામલાની સંખ્યા 562 સુધી પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધી આ મહામારીથી 9 લોકોના મોત થઈ ચૂક્યાં છે. દુનિયાભરમાં વાત કરીએ તો સાડા ચાર લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 19 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈટલીમા સૌથી વધુ 6800 લોકોના મોત થયાં છે.

Fact Check: શું મુંબઈ પોલિસે દૂધ અને પેપર વિતરણનો સમય કર્યો છે ફિક્સ?Fact Check: શું મુંબઈ પોલિસે દૂધ અને પેપર વિતરણનો સમય કર્યો છે ફિક્સ?

English summary
Fake RBI did not reset its financial year due to coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X