ઠાકરે પરિવારે કર્યું બાળા સાહેબની અસ્થીઓનું વિસર્જન
મુંબઇ, 22 નવેમ્બર: શિવસેનાના દિવંગત અધ્યક્ષ બાલ ઠાકરેની અસ્થિયોને શુક્રવારે તેમના પુત્ર અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેએ અરબ સાગરમાં પધરાવ્યા હતા.
મહારાષ્ટ્ર નવનિવર્માણ સેનાના અધ્યક્ષ અને બાલ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે પણ આ પ્રસંગે ગેટવે ઓફ ઇન્ડિયા પર હાજર રહ્યા હતા, જ્યાં આખો પરિવાર હાજર રહ્યો હતો. સમગ્ર ઠાકરે પરિવારે સાથે મળીને બાળા સાહેબના અસ્થીઓનું વિસર્જન કર્યું હતું.

અત્રે નોંધનીય છે કે શિવસેનાના સ્થાપક અને સુપ્રિમો બાળા સાહેબ ઠાકરેનું 17 નવેમ્બરના રોજ બપોરે 3.30 કલાકે હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું. 18 નવેમ્બરના રોજ બાળ ઠાકેરની અંતિમ યાત્રામાં 20 લાખથી પણ વઘારે લોકો હાજર રહ્યાં હતા અને તેમના અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
