For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરીદકોટની રાજકુમારીઓ જીતી 23 હજાર કરોડની જંગ

|
Google Oneindia Gujarati News

Fradikot-royal
ચંદીગઢ, 23 જુલાઇઃ ફરીદકોટ હરિંદર સિંહ બરાડના પૂર્વવર્તી મહારાજાની 23 હજાર કરોડ રૂપિયાની સંપત્તિની વ્યવસ્થા કરનાર ટ્રસ્ટ દ્વારા ચંદીગઢની એક અદાલતના એ નિર્ણયને પડકાર આપે તેવી આશંકા છે, જેમાં તેમની સંપત્તિને નકલી ગણાવાઇ છે, આ સાથે જ ફરીદકોટની રાજકુમારીઓ 23 હજાર કરોડની 20 વર્ષ જૂની જંગ જીતી ગઇ છે.

ચંદીગઢ જિલ્લા અદલાતે ગુરુવારે સંપત્તિને ગરેયાદે અને શૂન્ય ગણાવી દીધી હતી અને બરાડની પુત્રીઓ અમૃત કૌર અને દીપિંદર કોરને વારિસ જાહેર કર્યા હતા. અમૃત કોરે 1992માં સંપત્તિને પડકારી હતી. સંપત્તિમાં મહારાવલ ખેવાજી ટ્રસ્ટને સંપત્તિના કેરટેકર અધિકૃત કરવામાં આવ્યા હતા.

કોર્ટના નિર્ણય બાદ હવે લગભગ 23 હજાર કરોડની સંપત્તિ મહારાની બન્ને પુત્રીઓના નામે કરવામાં આવશે. એટલું જ નહીં 110 મિલિયન પાઉન્ડસ સોનું, હીરો, મણીઓ અને કિંમતી પથ્થરોજડિત ઘરેણાઓ પણ મળશે. બન્ને રાજકુમારીઓની ઉમર 80 વર્ષની ઉપર થઇ ચૂકી છે અને અત્યારસુધી તેમને મહેલ તરફથી દર મહિને અમુક હજાર રૂપિયા આપવામાં આવતા હતા.

ટ્રસ્ટના વકીલે દલીલ કરી હતી કે સંપત્તિ સાચી છે અને તે અદાલતના નિર્ણયને પડકારવાનું વિચારી રહ્યાં છે. ટ્રસ્ટના સીઇઓ લલિત મોહન ગુપ્તાએ કહ્યું કે, તેઓ આદેશની રાહ જોઇ રહ્યાં છે અને તેના અધ્યયન બાદ આગમી પગલું ભરવામાં આવશે.

આ વચ્ચે ચંદીગઢના મણિમાજરા ફોર્ટના કેરટેકર ગુરુદેવ સિંહ(75)એ કહ્યું કે, તે અદાલતના આદેશને પડકારશે. તેમણે કહ્યું કે, જ્યારે સંપત્તિ પર દરખાસ્ત કરવામાં આવી ત્યારે મહારાજાની માનસિક સ્થિતિ સારી હતી અને તેમના પર સંપત્તિ પર સાહી કરવા માટે કોઇ દબાણ નહોતું. આ ઉપરાંત તે એક બુદ્ધિમાન હતા. બીજી તરફ રાજકુમારી અમૃત કોરના પુત્ર ગુરવીન કોરે કહ્યું છે કે તે ઉચ્ચ અદાલત માટે પણ કરવા માટે તૈયાર છે.

English summary
THE prize of over 20 years of wait has come in the form of a Rs 20,000 crore bonanza for the daughters of former Maharaja of Faridkot, Sir Harinder Singh Brar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X