Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક
Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક
નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે કૃષિ સુધારા સાથે જોડાયેલા 2 બિલ પાસ થયા બાદ વિપક્ષે સદનમાં જોરદાર હંગામો કર્યો. કૃષિ બિલને ધ્વનિ મતથી પાસ કરાવવા પર કોંગ્રેસ સહિત કેટલાય દળોના સાંસદોએ સંસદમાં પ્રદર્શન કર્યું. સાંસદો દ્વારા હંગામાને લઈ રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂના આવાસ પર એક ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી રહી છે. જેમાં ઉપ સભાપતિ હરિવંશ નારાયણ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પ્રહ્લાદ જોશી પણ હાજર છે.

જણાવી દઈએ કે વિપક્ષના હંગામા વચ્ચે આજે રાજ્યસભામાં કિસાન બિલ પાસ થઈ ગયું છે, કૃષિ સંબંધિત બે બિલ ધ્વનિ મતથી પાસ થયાં છે, ઉચ્ચ સદનમાં બિલ પર ચર્ચા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જવાબ આપ્યો, નરેન્દ્ર સિંહ તોમરે જવાબ આપતી વખતે વિપક્ષના સાંસદોએ જોરદાર હંગામો કર્યો, પરંતુ ભારે વિરોધ છતાં ત્રણેય બિલને ધ્વનિ મતના આધારે સદનમાં પાસ કરાવી લેવામાં આવ્યાં.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, આજે રાજ્યસભામાં કૃષિ સુધાર સાથે જોડાયેલા 2 બિલ પાસ થયાં છે. ખેડૂતોને મંડીમાં ઓછા ભાવે ઉત્પાદન વેંચવા પર મજબૂર થવું પડતું હતું, હવે તેઓ જ્યાં ઈચ્છશે ત્યાં પોતાનો મોલ વહેંચી શકશે. એમએસપી રહેશે, આજે એક ઐતિહાસિક દિવસ છે.












Click it and Unblock the Notifications
