For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: દિલ્હી બોર્ડર પર વધુ એક આંદોલનકારી ખેડૂતનું નિધન

Farmers Protest: દિલ્હી બોર્ડર પર વધુ એક આંદોલનકારી ખેડૂતનું નિધન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલ કૃષિ કાનૂનના વિરોધમાં દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો ભયંકર ઠંડ હોવા છતાં પણ પાછળ હટવા તૈયાર નથી. આ ખેડૂતો પોતાની સાથે છ મહિનાનું રાશન અને રોકાવવાનો ઈંતેજામ કરીને આવ્યા છે. જ્યારે બુધવારે મોડે સુધી આદોલન કરી રહેલ વધુ એક પંજાબી ખેડૂતે દમ તોડી નાખ્યો. ગુરજંત સિંહની ઉંમર માત્ર 60 વર્ષની હતી અને બહાદુરગઢ બોર્ડર પર પ્રદર્શન દરમ્યાન તેમનું નિધન થયું. અગાઉ દિલ્હી બોર્ડર પર કૃષિ કાનૂનનો વિરોધ કરી રહેલા ખેડૂત ગુરુભાષનું મોત થયું છે.

Farmers Protest

ખેડૂતોના મોત પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શોક જતાવતા દિવંગત ખેડૂતોના પરિવારને આર્થિક અને અન્ય સહાયતા આપવાનું આશ્વાસન આપ્યું છે. સીએમે કહ્યું કે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલ મનસા અને મોગાના ખેડૂતો ગુરજંત સિંહ અને ગુરબચન સિંહના મોત પર દુખ થયું. તેમના પરિવારની અમે શક્ય તમામ મદદ કરશું.

ઝાંઝર પોલીસ સુપ્રીટેન્ડેન્ટ રાજેશ દુગ્ગલે જણાવ્યું કે ગુરુજંતની છાતીમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ થતાં બહાદુરગઢના નજરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા તબિયત બગડવા પર તેમને રોહતક કેપીજીઆરઈએમએસ રેફર કરી દેવામાં આવ્યા પરંતુ ત્યાં અડધી રાતે તેમણે દમ તોડી દીધો, પોલીસે જણાવ્યું કે સિસ્ટમ તો બધી હાર્ટઅટેકની હતી પરંતુ હજી પોસ્ટમોર્ટમ થયા બાદ જ તેની પુષ્ટી થઈ શકશે કે આખરે કયા કારણે મોત થયું.

અત્યાર સુધીમાં ચાર ખેડૂતોનાં મોત

રિપોર્ટ મુજબ આંદોલન કરી રહેલા ખેડૂતોમાં આ ચોથા ખેડૂત છે જેમનું ધરણા દરમ્યાન મૃત્યુ થયું. 27 નવેમ્બરે 45 વર્ષીય ધાના સિંહની ભીવારીમાં રોડ એક્સીડેન્ટમાં મોત થયું. અગાઉ 55 વર્ષીય જનક રાજનું દુર્ઘટનામાં મોત થયું હતું. જે બાદ 55 વર્ષીય ગજ્જન સિંહ, 60 વર્ષીય ગુરજંત સિંહનું્ ટીકરી બોર્ડર પર મોત થયું.

ખેડૂત આંદોલનઃ આજે અમિત શાહને મળશે પંજાબ CM, હરસિમરતે કહ્યુ, 'કેપ્ટન-મોદીની સાંઠગાંઠ'ખેડૂત આંદોલનઃ આજે અમિત શાહને મળશે પંજાબ CM, હરસિમરતે કહ્યુ, 'કેપ્ટન-મોદીની સાંઠગાંઠ'

English summary
Farmers Protest: Another farmer dies during protest at Delhi border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X