Live: હજારો ખેડૂતો રામલીલા મેદાન તરફ આગળ વધી રહ્યા છે

ફરી એકવાર રાજધાની દિલ્હીના રસ્તાઓ પર લાખો ખેડૂતો આંદોલન કરવા જઈ રહ્યા છે. આ આંદોલન ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ ઘ્વારા કરવામાં આવી રહ્યું છે.

ફરી એકવાર રાજધાની દિલ્હીના રસ્તાઓ પર લાખો ખેડૂતો આંદોલન કરવા જઈ રહ્યા છે. આ આંદોલન ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ ઘ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના હેઠળ દેશના 200 કરતા પણ વધારે કિસાન સંગઠન આજે અને કાલે બે દિવસ સુધી દિલ્હીમાં રેલી કરવા જઈ રહ્યા છે. જે રાજનૈતિક દળના નેતાઓ ખેડૂતોની રેલીને સમર્થન કરે છે, તેમને પણ આ રેલીમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા ત્રણ મહિનામાં આ તેમની ત્રીજી રેલી છે.

farmers protest

Nov 29, 2018, 1:38 pm IST

દેશભરથી ખેડૂતો ભેગા થઇ રહ્યા છે ધીરે ધીરે રામલીલા મેદાન તરફ આગળ વધી રહ્યા છે
Nov 29, 2018, 12:24 pm IST

આંદોલનના બીજા ચરણમાં રાજનૈતિક પાર્ટી નેતાઓ પણ શામિલ થશે. કુલ 21 રાજનૈતિક દળો ઘ્વારા ખેડૂતોને આ મુદ્દે સમર્થન આપવાની વાત કહી છે.
Nov 29, 2018, 12:23 pm IST

બધા જ ખેડૂતો રામલીલા મેદાન પહોંચશે. પાકના ઉત્પાદનનું યોગ્ય સમર્થન મૂલ્ય અને દેવામાં રાહત સહિતની માંગો માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
Nov 29, 2018, 12:21 pm IST

બધા જ ખેડૂતો સાંજે 5 વાગ્યા સુધીમાં રામલીલા મેદાન પહોંચશે. આંદોલનના પહેલા દિવસે લોક ગાયક અને બીજા સાંસ્કૃતિક પ્રતિનિધિ ભાગ લેશે.
Nov 29, 2018, 12:20 pm IST

દરેક ખેડૂત સવારે બીજાવાનાથી 26 કિલોમીટર ચાલીને 5 વાગ્યે રામલીલા ગ્રાઉન્ડ સુધી પહોંચશે. ઘણા શહરોથી ખેડૂતો આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X