farmers protest : પ્રિયંકા ગાંધીની ધરપકડ, વધુ 10 પર FIR

ખેડૂતોના મૃત્યુ બાદ લખીમપુર જવાનો પ્રયાસ કરવા બદલ 11 રાજકારણીઓ સામે FIR નોંધવામાં આવી છે. આ FIR લખીમપુર નજીકના જિલ્લા સીતાપુરમાં બની છે. સીતાપુરના હરગાંવ પોલીસ સ્ટેશનના SHOએ જણાવ્યું છે.

લખનઉ : ખેડૂતોના મૃત્યુ બાદ લખીમપુર જવાનો પ્રયાસ કરવા બદલ 11 રાજકારણીઓ સામે FIR નોંધવામાં આવી છે. આ FIR લખીમપુર નજીકના જિલ્લા સીતાપુરમાં બની છે. સીતાપુરના હરગાંવ પોલીસ સ્ટેશનના SHOએ જણાવ્યું છે કે, FIRમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય કુમાર લલ્લુનું નામ છે. તમામ વિરુદ્ધ શાંતિ ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

 Priyanka Gandhi

નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરી રહેલા ખેડૂતોને લખીમપુર ઘેરીના ટીકુનિયામાં કાર વડે કચડી નાંખવામાં આવ્યા હતા. આ ઘટનાને અંજામ આપવાનો આરોપ ગૃહ રાજ્યમંત્રી અજય ટેનીના પુત્ર પર છે. કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધી અને દીપેન્દ્ર હુડા 5 ખેડૂતોના મોતના સમાચાર સાંભળીને રવિવારની રાત્રે લખીમપુર જવા રવાના થયા હતા. તેમને લખનઉથી લખીમપુર ખેરી તરફ જતી વખતે સીતાપુરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારથી પ્રિયંકા સતત કસ્ટડીમાં હતા. તેમની સામે આજે FIR દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.

રવિવારની રાતથી સીતાપુરમાં PACના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવેલા પ્રિયંકાને લગભગ 30 કલાકની કસ્ટડી બાદ ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે કલમ 144નું ઉલ્લંઘન અને શાંતિ ભંગની આશંકા જેવી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આજે જ તેમને અને અન્ય કોંગ્રેસના નેતાઓ કોર્ટમાં રજૂ કરશે. આવા સમયે કોંગ્રેસના કાર્યકરો પણ રવિવાર રાતથી સીતાપુર PAC ગેસ્ટ હાઉસની બહાર એકઠા થયા છે અને સતત યોગી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પ્રિયંકાની મુક્તિની માગ કરી રહ્યા છે.

જણો શું છે સમગ્ર ઘટના ?

ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખેરીમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ દરમિયાન રવિવારના રોજ પરિસ્થિતિ વધુ વણસી હતી. ખેડૂતોનો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર તેમની કારને ચડાવી દીધી હતી.

આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 ખેડૂતોના મોત થયા છે. જે વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ લખીમપુરમાં ખેડૂતોને મળવા 3-4 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા, પરંતુ હરગાંવથી અટકાયત કરીને સીતાપુર પોલીસ લાઈન્સમાં લઈ જવામાં આવી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ પોલીસકર્મીઓ પર રોષે ભરાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X