For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: રાકેશ ટિકેતે ખેડૂતોને આપ્યા ઘઉં કાપવાનો સમય, કહ્યુ - વધુ 8 મહિના ચાલશે આંદોલન

ભારતીય કિસાન યુનિયન(BKU)ના પ્રવકતા રાકેશ ટિકેતેનુ નવુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છેલ્લા 4 મહિનાથી ખેડૂતોનુ આંદોલન ચાલુ છે. પહેલા પ્રદર્શનકારીઓએ ભીષણ ઠંડી સહન કરી અને હવે ગરમીમાં પણ અડગ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે બે-ચાર મહિનામાં ખેડૂતો પોત-પોતાના ઘરે પાછા જતા રહેશે પરંતુ હવે સ્થિતિ કંઈક અલગ જ છે. ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ત્રણે કાયદાને પાછા નહિ લે ત્યાં સુધી તે અડગ રહેશે. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયન(BKU)ના પ્રવકતા રાકેશ ટિકેતેનુ નવુ નિવેદન સામે આવ્યુ છે.

rakesh tikait

રાકેશ ટિકેતે કહ્યુ કે નવા કૃષિ કાયદા સામે આંદોલનને આઠ મહિના સુધી ચલાવવુ પડશે કારણકે આ તેમના અધિકારો અને ભૂમિનો સવાલ છે. 10 મે બાદ આંદોલન વધુ તેજ કરવાની યોજના છે ત્યાં સુધી ખેડૂતો ઘઉંના પાકની કાપણીમાં લાગ્યા રહેશે. જો કે ટિકેતનુ આ નિવેદન કોઈ નવી વાત નથી. તેમણે પહેલા કહ્યુ હતુ કે ખેડૂતો વર્ષભરનુ રાશન લઈને આવ્યા છે. એવામાં જ્યાં સુધી મોદી સરકાર નવા કાયદાઓને પાછા નહિ લે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

વળી, બીજી તરફ અખિલ ભારતીય કિસાન સભા(AIKS)મહાસચિવ હન્નાન મોલ્લાહે બુધવારે જણાવ્યુ હતુ કે લાખો પ્રદર્શનકારી મેમાં સંસદનો ઘેરાવ કરશે. મોદી સરકાર અને સંસદ ખેડૂતોની વાત નથી સાંભળી રહી માટે સંસદની સામે જવુ અને પોતાની માંગ ઉઠાવવી ખેડૂતોનો અધિકાર છે. હન્નાન મુજબ ખેડૂત સંગઠન હવેથી મે વચ્ચે અમુક સમય નક્કી કરશે જેથી આંદોલનને યોગ્ય દિશામાં આગળ વધારી શકાય.

26 માર્ચે કર્યુ હતુ ભારત બંધ

26 માર્ચે ખેડૂત આંદોલનના 120 દિવસ પૂરા થયા જેના કારણે ખેડૂતોએ ભારત બંધનુ આહ્વના કર્યુ હતુ. આ દરમિયાન ઘણી જગ્યાઓએ ટ્રેનો અને વાહન વ્યવહાર રોકવામાં આવ્યો. આ પહેલા 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન દિલ્લીના લાલ કિલ્લા અને આઈટીઓ પર જોરદાર હિંસા થઈ. ત્યારબાદ ઘણી સંગઠનોએ પોતાના હાથ આ આંદોલનથી પાછળ ખેંચી લીધા.

ગુજરાત આવતા લોકોને નેગેટીવ RT-PCR રિપોર્ટ વિના નો એન્ટ્રીગુજરાત આવતા લોકોને નેગેટીવ RT-PCR રિપોર્ટ વિના નો એન્ટ્રી

English summary
Farmers- protest will go on for 8 more months: Rakesh Tikait
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X