For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ ફારુક અબ્દુલ્લાએ માગી માફી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ડિસેમ્બર: કેન્દ્રીય મંત્રી ફારુક અબ્દુલ્લાએ આજે એક વિવાદીત નિવેદન આપીને પોતાને જ કઠેળામાં લાવી દીધા છે. જસ્ટીસ ગાંગુલી સાથે જોડાયેલ સવાલ પૂછાતા ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું કે 'હવે યુવતીઓ સાથે વાત કરવામાં પણ ભય લાગે છે, અને હાલત એ થઇ ગઇ છે કે હવે અમે મહિલાને પીએ પણ નહીં રાખીએ. શું ખબર ક્યારે જેલ જવાનું થઇ જાય.'

ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું કે હું માનું છું કે હિન્દુસ્તાનમાં બળાત્કારની ઘટનાઓ વધી ગઇ છે. તેને રોકવા માટે ક્યાંક તો કંઇક કરવું પડશે. જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઇ રહ્યું છે તેવામાં અમે હવે મહિલા પીએ રાખી શકીશું નહીં. ફારુક અબ્દુલ્લાના આ નિવેદન બાદ વિવાદ શરૂ થઇ ગયો છે. ભાજપે તુરત આ નિવેદનની નિંદા કરી છે. ભાજપી નેતા સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું છે કે ફારુક અબ્દુલ્લા જેવા વરિષ્ઠ નેતાના આવા નિવેદનથી દેશમાં ખોટા સંદેશો જઇ રહ્યો છે.

જ્યારે યુપીએના ઘટક દળ નેશનલ કોન્ફ્રેન્સના દિગ્ગજ નેતાના નિવેદને કોંગ્રેસને પણ બેકફૂટ પર ધકેલાઇ ગયા છે. કોંગ્રેસી નેતા અંબિકા સોનીએ જણાવ્યું કે ફારુક ખૂબ જ મોટા નેતા છે, માટે તેમણે આ નિવેદન ગંભીરતાથી નહીં આપ્યું હોય.

પોતાના નિવેદનથી ભારે હોબાળો થતો જોઇ ફારુક અબ્દુલ્લાએ માફી માગી લીધી છે. ફારુકે જણાવ્યું કે મારા નિવેદનને ખોટી રીતે લેવાઇ રહ્યું છે. હું માનું છું કે મહિલાઓને સન્માન મળવું જોઇએ. મારા નિવેદનથી કોઇની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું. સાથે સાથે ફારુક મીડિયા પર પણ ભડક્યા અને જણાવ્યું કે મીડિયા સત્યનાશ વાળી દેશે. મીડિયા ક્યારેક મોદીની પાછળ પડી જાય છે તો ક્યારેક કોઇની.

ફારુકનું પહેલું નિવેદન 11 વાગ્યે આવ્યું હતું, પરંતુ તે નિવેદન પર વિવાદ થવાના કારણે લગભગ 12.30 વાગ્યે એટલે કે દોઢ કલાકની અંદર જ તેમણે માફી માગી લીધી. ફારુકે પોતાના નિવેદન પર વિવાદ માટે મીડિયાને દોષી ઠેરવ્યું અને જણાવ્યું કે મીડિયા હંમેશા પુરુષોને આડે હાથે લેવાની તાકમાં રહે છે.

તેમણે જણાવ્યું કે મીડિયા ઇચ્છે તો દેશના તમામ પુરુષોને જેલમાં પૂરી દેવા જોઇએ. ઉલ્લેખનીય છે કે તેમના પુત્ર અને જમ્મૂ-કાશ્મીરોના મુખ્યમંત્રી ઓમર અબ્દૂલ્લાએ પોતાના પિતા ફારૂકને માફી માગવા જણાવ્યું હતું.

ફારુક અબ્દુલ્લાનું નિવેદન

ફારુક અબ્દુલ્લાનું નિવેદન

જસ્ટીસ ગાંગુલી સાથે જોડાયેલ સવાલ પૂછાતા ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું કે 'હવે યુવતીઓ સાથે વાત કરવામાં પણ ભય લાગે છે, અને હાલત એ થઇ ગઇ છે કે હવે અમે મહિલાને પીએ પણ નહીં રાખીએ. શું ખબર ક્યારે જેલ જવાનું થઇ જાય. જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઇ રહ્યું છે તેવામાં અમે હવે મહિલા પીએ રાખી શકીશું નહીં.'

વિવાદ બાદ માગી લીધી માફી

વિવાદ બાદ માગી લીધી માફી

પોતાના નિવેદનથી ભારે હોબાળો થતો જોઇ ફારુક અબ્દુલ્લાએ માફી માગી લીધી છે. ફારુકે જણાવ્યું કે મારા નિવેદનને ખોટી રીતે લેવાઇ રહ્યું છે. હું માનું છું કે મહિલાઓને સન્માન મળવું જોઇએ. મારા નિવેદનથી કોઇની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.

મીડિયા પર ભડક્યા

મીડિયા પર ભડક્યા

સાથે સાથે ફારુક મીડિયા પર પણ ભડક્યા અને જણાવ્યું કે મીડિયા સત્યનાશ વાળી દેશે. મીડિયા ક્યારેક મોદીની પાછળ પડી જાય છે તો ક્યારેક કોઇની.

ફારુકે મીડિયાને દોષી ગણાવ્યું

ફારુકે મીડિયાને દોષી ગણાવ્યું

ફારુકનું પહેલું નિવેદન 11 વાગ્યે આવ્યું હતું, પરંતુ તે નિવેદન પર વિવાદ થવાના કારણે લગભગ 12.30 વાગ્યે એટલે કે દોઢ કલાકની અંદર જ તેમણે માફી માગી લીધી. ફારુકે પોતાના નિવેદન પર વિવાદ માટે મીડિયાને દોષી ઠેરવ્યું અને જણાવ્યું કે મીડિયા હંમેશા પુરુષોને આડે હાથે લેવાની તાકમાં રહે છે.

તેમના પુત્ર ઓમરે માફી માંગવા જણાવ્યું

તેમના પુત્ર ઓમરે માફી માંગવા જણાવ્યું

તેમણે જણાવ્યું કે મીડિયા ઇચ્છે તો દેશના તમામ પુરુષોને જેલમાં પૂરી દેવા જોઇએ. ઉલ્લેખનીય છે કે તેમના પુત્ર અને જમ્મૂ-કાશ્મીરોના મુખ્યમંત્રી ઓમર અબ્દૂલ્લાએ પોતાના પિતા ફારૂકને માફી માગવા જણાવ્યું હતું.

સ્મૃતિ ઇરાની

સ્મૃતિ ઇરાની

ફારુક અબ્દુલ્લાના આ નિવેદન બાદ વિવાદ શરૂ થઇ ગયો છે. ભાજપે તુરત આ નિવેદનની નિંદા કરી છે. ભાજપી નેતા સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું છે કે ફારુક અબ્દુલ્લા જેવા વરિષ્ઠ નેતાના આવા નિવેદનથી દેશમાં ખોટા સંદેશો જઇ રહ્યો છે.

અંબિકા સોની

અંબિકા સોની

જ્યારે યુપીએના ઘટક દળ નેશનલ કોન્ફ્રેન્સના દિગ્ગજ નેતાના નિવેદને કોંગ્રેસને પણ બેકફૂટ પર ધકેલાઇ ગયા છે. કોંગ્રેસી નેતા અંબિકા સોનીએ જણાવ્યું કે ફારુક ખૂબ જ મોટા નેતા છે, માટે તેમણે આ નિવેદન ગંભીરતાથી નહીં આપ્યું હોય.

English summary
At a time when the nation is debating safety of women at workplace, Union minister Farooq Abdullah on Friday triggered a fresh row by saying that the situation is so bad that he is afraid of speaking to women these days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X