For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફારુક અબ્દુલ્લાનો વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા ઈન્કાર, ખુદ નામ પાછળ ખેચ્યુ!

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર નહીં હોય.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જૂન : નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર નહીં હોય. વિપક્ષી દળોની તાજેતરની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પરંતુ અબ્દુલ્લાએ તેમના નામ પર વિચાર ન થવો જોઈએ એમ કહીને તેમનું નામ પાછું ખેંચી લીધું છે. પોતાની ઉમેદવારી માટે વિપક્ષનો આભાર માનતા તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને આ સમયે તેમની વધુ જરૂર છે.

Farooq Abdullah

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાએ શનિવારે કહ્યું કે, હું ભારતના રાષ્ટ્રપતિ માટે સંભવિત સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું. મારા નામનો પ્રસ્તાવ મુકવા માટે હું મમતા બેનર્જીનો આભારી છું. હું તે તમામ વરિષ્ઠ નેતાઓનો પણ આભારી છું જેમણે મારા નામ પર સમર્થન આપ્યું છે.

દેશના સૌથી વરિષ્ઠ રાજનેતાઓમાંના એક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, હું ભવિષ્યમાં સક્રિય રાજનીતિ કરવા માંગુ છું. હું માનું છું કે જમ્મુ અને કાશ્મીર એક મહત્વપૂર્ણ વળાંકમાંથી પસાર થઈ રહ્યું છે અને રાજ્યને આ અનિશ્ચિત સમયમાં તેને મદદ કરવા માટે મારા પ્રયત્નોની જરૂર છે. હું જમ્મુ-કાશ્મીર અને દેશની સેવામાં સકારાત્મક યોગદાન આપવા માટે કામ કરતો રહીશ.

15 જૂને રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પર વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાઈ હતી. વિપક્ષી નેતાઓની આ બેઠક TMC ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બોલાવી હતી. કોંગ્રેસ સહિત 17 વિપક્ષી દળોની આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર તરીકે પહેલા એનસીપી ચીફ શરદ પવારનું નામ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ પાછા હટી ગયા હતા. આ પછી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર તરીકે મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લાના નામનો પ્રસ્તાવ મૂક્યો. હવે અબ્દુલ્લાએ પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

દેશના આગામી રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈએ ચૂંટણી યોજાશે અને પરિણામ 21 જુલાઈએ જાહેર કરવામાં આવશે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 15 જૂને નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. 29 જૂન સુધી નામાંકન કરી શકાશે. આ પછી 18 જુલાઈએ મતદાન થશે.

English summary
Farooq Abdullah has refused to run for president
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X