Farooq Abdullah Interview : બીજેપીને કાશ્મીરની જનસંખ્યાને બદલવા માંગે છે પરંતુ સફળ નહીં થાય-ફારૂક અબ્દુલ્લા

Farooq Abdullah Exclusive : જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન અને પરિણામોની તૈયારીઓ પહેલા નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા ફારૂક અબ્દુલ્લાએ કલમ 370 સહિતના મુદ્દાઓ પર બીજેપી અને સ્ટેટ મેનેજમેન્ટની આકરી ટીકા કરી છે.

વન ઈન્ડિયા સાથે એક ખાસ મુલાકાતમાં અબ્દુલ્લાએ સરકારની કાર્યવાહી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યુું કે, હું જ્યારેવડા પ્રધાનને મળ્યો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. તેમણે કાશ્મીરમાં સૈનિકોની હિલચાલ વિશે કશું કહ્યું નહીં અને જ્યારે મેં પૂછ્યું કે શું તેઓ શું તૈયારી કરી રહ્યા છે તો તેમણે જવાબ ન આપ્યો.

Farooq Abdullah

તેમણે કહ્યું કે, અમરનાથની યાત્રા અચાનક રદ કરવામાં આવી હતી, ત્યાંથી બંદૂક મળી આવી હતી. આ બધુ આયોજનબદ્ધ લાગતું હતુ.

ફારૂક અબ્દુલ્લાએ પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનો ઉલ્લેખ કર્ય. મલિક કલમ 370 નાબૂદ કરવા સમયે પદ પર હતા. ફારૂક અબદુલ્લાએ કહ્યું કે, મલિકને તેમની શક્તિઓ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી ન હતી. સત્યપાલ મલિકને ખુદ તેનો અફસોસ છે.

એક મુલાકાતમાં તેમણે સ્વીકાર્યું કે શું થઈ રહ્યું છે તે તેમને કહેવામાં આવ્યું ન હતું. આવા નિર્ણય માટે વિધાનસભાનું સત્ર હોવું જોઈએ, પરંતુ તેણે બધું જ આયોજન કર્યું. મહેબૂબા મુફ્તીની બરતરફી મુદ્દે મલિકે કહ્યું હતું કે તેમનું ફેક્સ મશીન કામ કરતું ન હતું, જેના કારણે સરકાર ન બની શકી, આ બધું પૂર્વયોજિત હતું.

અહીં ફારૂક અબ્દુલ્લાએ બીજેપી સત્તામાં રહે તો ભાજપની યોજનાઓ વિશે ચિંતા વ્યક્ત કરી. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરની વસ્તી માળખું બદલવાના આરોપોને લઈને વધારે ચિંતીત દેખાયા.

તેમણે કહ્યું કે, મને ડર છે કે તેઓ અહીં બહારના લોકોને લાવીને રાજ્યની વસ્તીને બદલવા માંગે છે, જેથી મુસ્લિમ બહુમતીનો નાશ થાય. જો તેઓ વિચારે છે કે આ શક્ય છે તો તેઓ પાગલ વિશ્વમાં જીવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X