For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EDની પૂછપરછ બાદ ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન

EDની પૂછપરછ બાદ ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈડી તરફથી કરવામાં આવેલ પૂછપરછ બાદ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ એક તરફથી તપાસને આગળ લઈ જવાનો પડકાર આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલ સ્કેમના સિલસિલામાં બુધવારે ઈડીએ તેમને પોતાના ચંદીગઢ સ્થિત ઑફિસમાં લાંબી પૂછપરછ કરી. આ દરમિયાન અબ્દુલ્લાએ કહ્યું તેઓ નિર્દોષ છે.

હું ખોટો નથીઃ અબ્દુલ્લા

હું ખોટો નથીઃ અબ્દુલ્લા

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના ચીફ ફારુક અબ્દુલ્લાએ બુધવારે ચંદીગઢમાં ઈડીની ઑફિસમાં હાજર રહી જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં થયેલ નાણાકીય કૌભાંડના કેસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું. ઈડી દ્વારા કરવામાં આવેલ પૂછપરછ બાદ તેમણે દાવો કર્યો કે મેં કંઈપણ ખોટું નથી કર્યું અને હું તપાસ માટે તૈયાર છુ.

સીબીઆઈ પણ પૂછપરછ કરી ચૂકી છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈડીએ આ 113 કરોડના કૌભાંડ મામલામાં બુધવારે 12.30 વાગ્યે બોલાવ્યા હતા. આ કૌભાંડના સિલસિલામાં સીબીઆઈ પણ જાન્યુઆરી 2018માં તેમની પૂછપરછ કરી ચૂકી છે અને તે તપાસ હજુ પણ ચાલુ છે. ઈડીના અધિકારીઓએ બુધવારે પણ તેમની લાંબી પૂછપરછ કરી.

શું છે મામલો

શું છે મામલો

જણાવી દઈએ કે 2015માં જમ્મુ અને કાશ્મીર હાઈ કોર્ટે 113 કરોડ રૂપિયાના આ કૌભાંડની તપાસ એમ કહીને સીબીઆઈને સોંપી હતી કે પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા જેવી મોટી હસ્તીનું નામ હોવાને પગલે રાજ્ય પોલીસ આ તપાસ કરવામાં નિષ્ફળ રહી છે. આ કેસમાં અબ્દુલ્લા અને અન્ય ત્રણ વિરુદ્ધ પાછલા વર્ષે જુલાઈમાં આરોપ પત્ર પણ દાખલ કર્યો હતો. આ ચારેય આરોપીઓ અબ્દુલ્લા, તત્કાલીન જેકેસીએ મહાસચિવ મોહમ્મદ સલીમ ખાન, તત્કાલીન કોષાધ્યક્ષ અહસાન અહમદ મિ્ઝા અને જે એન્ડ કે બેંકના એક કર્મચારી બરીશ અહમદ િસગર પર દંડ સંહિતા અંતર્ગત અપરાધિક ષડયંત્ર અને વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો હતો.

પૂર્વ સાંસદ સંજય સિંહે પત્ની સાથે ભાજપનો ખેસ પહેર્યોપૂર્વ સાંસદ સંજય સિંહે પત્ની સાથે ભાજપનો ખેસ પહેર્યો

English summary
Farooq Abdullah's big statement after the ED inquiry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X