For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગુપકર ગેંગ'વાળા નિવેદન પર ફારુક અબ્દુલ્લા, 'અમિત શાહે મારો ઈતિહાસ નથી વાંચ્યો'

ગૃહમંત્રી અમિત શાહે ગુપકર એલાયન્સને ગુપકર ગેંગ કહીને સંબોધી હતી. ગૃહમંત્રી અમિત શાહના આ નિવેદન પર નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગૃહમંત્રી અમિત શાહે ગુપકર એલાયન્સને ગુપકર ગેંગ કહીને સંબોધી હતી. ગૃહમંત્રી અમિત શાહના આ નિવેદન પર નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ પલટવાર કર્યો છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યુ કે અમિત શાહે તેમનો ઈતિહાસ વાંચ્યો નથી, જો વાંચ્યો હોત તો તે આવુ ના બોલતા. ગૃહમંત્રી અમિત શાહનુઆ કહેવુ ખૂબ દુ)ખદ અને દૂર્ભાગ્યપૂર્ણ છે. હાલમાં અમુક દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં બધા વિપક્ષી દળોએ મળીને ગુપકર સમજૂતી વિશે ઘણી બેઠકો કરી છે.

farooqabdulla

ઈન્ડિયા ટુડેના જણાવ્યા મુજબ અમિત શાહેના નિવેદન પર ફારુક અબ્દુલ્લાએ કહ્યુ, 'આ બહુ દુઃખની વાય છે. તેમના કદનો એક વ્યક્તિ, જે ભારતના ગૃહમંત્રી છે તે લોકોના સંગઠનને ગેંગ બોલાવે છે. આ ખૂબ દૂર્ભાગ્યપૂર્ણ છે. મને નથી લાગતુ કે તેમણે ફારુખ અબ્દુલ્લાનો ઈતિહાસ વાંચ્યો છે. મે વિવિધ મંચો પર આ રાષ્ટ્રનો બચાવ કર્યો છે. હું દેશ વિરોધી ન હોઈ શકતુ. એકમાત્ર સમસ્યા એ છે, જો તમે એમની સાથે નથી તો તમે દેશ વિરોધી છો, જો તમે તેમની સાથે છો તો તમે દેશ વિરોધી નથી. જો તમે ભાજપ સાથે છો તો માત્ર તમે ભારતીય છો.' ફારુક અબ્દુલ્લાએ કહ્યુ, ગુપકાર સમજૂતી માત્ર કાશ્મીર ઘાટી કે મુસલમાનો માટે નથી.

શું તમે ક્યારેય ચીનનો પક્ષ લીધો, આ સવાલના જવાબમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યુ, 'મે પહેલા પણ આ જ કહ્યુ છે. હું એકદમ સ્પષ્ટ છુ. ચીન સાથે મારે કોઈ લેવાદેવા નથી.'

શું તમે કાશ્મીરમાં રાષ્ટ્રવાદ રમી રહ્યા છો? આ સવાલના જવાબમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યુ, 'જમ્મુ કાશ્મીરના લોકો ભાજપ સામે લડી રહ્યા છે, તેમનુ કુશાસન છે. એ લોકોમાં ભાગલા પાડી રહ્યા છે. અમે બંધ હતા ત્યારે અમે કોવિડ-19ના કારણે બહાર જઈ શકતા નહોતા. ગુપકર માત્ર કાશ્મીર ઘાટી કે મુસલમાનો માટે નથી.'

અમિત શાહે શું કહ્યુ હતુ?

ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના ગુપકર સમજૂતીને ગુપકર ગેંગ કહી હતી. અમિત શાહે કહ્યુ હતુ, આ ગેંગ કાશ્મીરમાં વિદેશી શક્તિઓની દખલ ઈચ્છે છે. આપણા તિરંગાનુ અપમાન કરે છે, શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ આનુ સમર્થન કરે છે. હું ગુપકર ગુટને કહેવા માંગુ છુ કે તમે દેશ સાથે ચાલો નહિતર ખતમ થઈ જશો.

English summary
Farooq Abdullah says I don’t think Amit Shah has read my history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X