માં લોકોના ઘરે કામ કરવા જતી, બાપ દીકરીનો બળાત્કાર કરતો

બિહારના નાલંદા જિલ્લામાં નાબાલિક છોકરી સાથે યૌન ઉત્પીડન કરવાના આરોપમાં પોલીસે પિતાની ધરપકડ કરી છે.

બિહારના નાલંદા જિલ્લામાં નાબાલિક છોકરી સાથે યૌન ઉત્પીડન કરવાના આરોપમાં પોલીસે પિતાની ધરપકડ કરી છે. શરાબી પિતા પોતાની 16 વર્ષની દીકરીનું છેલ્લા 6 મહિનાથી યૌન ઉત્પીડન કરી રહ્યો હતો. આખા મામલાનો ખુલાસો ત્યારે થયો જયારે આરોપી પતિને તેની પત્નીએ પોતાની દીકરી સાથે આપત્તીજનક હાલતમાં જોઈ લીધા. ત્યારપછી પત્ની પોતાની દીકરીને લઈને પોલીસ ચોકી પહોંચી ગયી અને પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

6 મહિનાથી પિતા પોતાની દીકરીનો રેપ કરી રહ્યો હતો

6 મહિનાથી પિતા પોતાની દીકરીનો રેપ કરી રહ્યો હતો

આ આખી ઘટના નાલંદા ના લહેરી ચોકી વિસ્તારના લહેરી મોહલ્લાની છે. પીડિતા ઘ્વારા પોલીસને જણાવવામાં આવ્યું કે તેનો પિતા છેલ્લા 6 મહિનાથી તેની સાથે દુષ્કર્મ કરી રહ્યો છે. પીડિતા ઘ્વારા પોલીસને જણાવવામાં આવ્યું કે જયારે તેની માતા બીજાના ઘરોમાં કામ કરવા જતી હતી ત્યારે આરોપી પિતા તેનો રેપ કરતો હતો. પીડિતાએ જણાવ્યું કે 6 મહિના પહેલા પિતાએ રેપ કર્યા પછી તેને મોઢું બંધ રાખવાની ધમકી આપી હતી.

આપત્તીજનક હાલતમાં દીકરીને જોઈ

આપત્તીજનક હાલતમાં દીકરીને જોઈ

પીડિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગુરુવારે પણ તે ઘરે એકલી જ હતી. તેની માતા બીજાના ઘરે કામ કરવા ગયી હતી. સાંજે જયારે પિતા દારૂના નશામાં ઘરે આવ્યા ત્યારે તેને ફરી દુષ્કર્મ કરવાની કોશિશ કરી. જયારે પિતા બાળકી સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો ત્યારે જ તેની માતા ઘરે આવી. જેને પોતાના પતિને આવું કરતા જોઈ લીધો. જયારે તેને શોર મચાવ્યો ત્યારે આસપાસ લોકો આવી ગયા અને આરોપી પતિને પકડી લીધો.

આરોપી રીક્ષા ચાલક છે

આરોપી રીક્ષા ચાલક છે

ત્યારપછી મહિલા પોતાની દીકરી સાથે લહેરી ચોકી પહોંચી, જ્યાં તેને પોતાના પતિ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે જલ્દી કાર્યવાહી કરતા આરોપી વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આરોપી પિતા રીક્ષા ચાલક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X