પિતા બન્યો હેવાન, તંત્ર મંત્રના ચક્કરમાં પીધુ દિકરીનું લોહી
લખનઉ: સાંભળવામાં થોડું અજીબ ચોક્કસ છે પણ સત્ય છે. એક પિતાએ તંત્ર મંત્રના ચક્કરમાં પોતાની જ દિકરીની હત્યા કરીને તેનું લોહી પીધું હોવાનો કિસ્સો ઉત્તરપ્રદેશના કાનપુરમાં પ્રકાશમાં આવ્યો છે.

કાનપુરના સિકંદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જમૌરા ગામમાં ગીરજેશ નામનો યુવક પોતાના ગામમાં ઝાડફુંકનું કામ કરતો હતો. પરંતુ શનિવારે રાત્રે તેની પત્ની પોતાના બંને દીકરા અંકિત અને અમનને લઈને જન્માષ્ટમી ઉત્સવને ઉજવવા માટે ગઈ, ત્યારે દિકરી ઉંઘતી હોવાથી તેને ઘરે મૂકીને જ ગઈ હતી.
પરંતુ જ્યારે પત્ની દિકરીને ઘરે મૂકીને જન્માષ્ટમી ઉત્સવમાં જતી રહી ત્યારે અડધી રાત્રે 9 વર્ષની ખુશીને જગાડીને તેનો પિતા તંત્ર મંત્ર કરવા માટે તંત્ર સ્થળ પર લઈ ગયો હતો.
તંત્ર મંત્રના સ્થળે લઈ જઈને પિતાએ માસૂમ બાળકીને હેન્ડપંપના હાથા વડે મોતને ઘાટ ઉતારી દીધી. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે આ પિતાએ પોતાની જ દિકરીનું લોહી થાળીમાં કાઢીને તેને પીધું.
જ્યારે બાળકીની માતાએ ગીરજેશનું આ બિહામણું રૂપ જોયું તો તે ચીસો પાડવા લાગી. આ શોરબકોરમાં ગામના લોકો ભેગા થઈ ગયા અને આરોપી પિતાને પોલીસને હવાલે કરી દીધો.












Click it and Unblock the Notifications
