For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિસારઃ હથિયાર બંધ સમર્થક કરી રહ્યા છે સંત રામપાલની ધરપકડનો વિરોધ

|
Google Oneindia Gujarati News

હિસાર, 16 નવેમ્બરઃ હરિયાણા પોલીસ માટે માથાનો દુઃખાવો બનેલા સંત રામપાલ માટે હાલના સમયે જિલ્લા પોલીસે કવાયદ તેજ કરી દીધી છે. સંત રામપાલના આશ્રમની ચારેકોર અને ખેતરોમાં 200 મીટરના અંતરે હરિયાણા પોલીસના જવાનોને તેનાત કરી દેવામાં આવ્યા છે. તેમના સમર્થક સંતની ધરપકડને રોકવા માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યાં છે તેથી તેમણે આશ્રમની બહાર અને બન્ને સ્થળે જમાવડો લગાવી રાખ્યો છે.

santrampal
કહેવામાં આવી રહ્યું છેકે, આશ્રમની અંદર સંત રામપાલના કેટલાક હથિયારબંધ સમર્થકો પણ હાજર છે. તમને જણાવી દઇએ કે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે જ્યારથી રામપાલ વિરુદ્ધ બિન જમાનતી ધરપકડ વોરન્ટ જાહેર કર્યું છે, આશ્રમની બહાર 15 દિવસથી વધુ સમયથી એક લાખ કરતા વધારે અનુયાયીઓ તંબુ તાણીને બેસી ગયા છે.

સંતના આશ્રમ બહાર પોલીસની નાકાબંદી
રામપાલને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે 17 નવેમ્બરે તેમને કોર્ટમાં હાજર થવાનું છે. પોલીસે આ તિથિ પહેલા જ વોરન્ટ રજૂ કરી દીધું છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શનિવારે રામપાલને અપીલ કરી કે તે શાંતિપૂર્ણ રીતે અને કોઇપણ પ્રકારનો સમય વેડફ્યા વગર કોર્ટમાં હાજર થઇ જાય.

ખટ્ટરે મીડિયાને કહ્યું કે દરેકે ન્યાય પ્રણાલીની મર્યાદાને જાળવી રાખવાની છે. ખટ્ટરે રામપાલના અનુયાયીઓને અપીલ કરી છેકે તે કોર્ટના નિર્દેશોમાં સહયોગ કરે.

સીએમ ખટ્ટરની અપીલ, મહેરબાની કરીને કાયદાનું પાલન કરવા દો

હાઇકોર્ટે ગયા અઠવાડિયે પોલીસ અને હરિયાણા સરકારની આકરી ટીકા કરી હતી અને 17 નવેમ્બરે રામપાલને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પાંચ નવેમ્બરે જ રામપાલ વિરુદ્ધ બિન જમાનતી વોરન્ટ જારી કર્યું હતુ, પરંતુ પોલીસ તેમને કોર્ટમાં હાજર કરી શકી નહોતી.

વિવાદાસ્પદ સંત રામપાલના અનુયાયીઓએ આ વર્ષે જુલાઇ મહિનામાં હિસારમાં એક અદલાતમાં એ સમયે તોડફોડ કરી હતી, જ્યારે તે ત્યાં હત્યાના ષડયંત્રના 2006ના એક મામલામાં પેશી માટે ગયા હતા. હાઇકોર્ટે આ ઘટનાને સંજ્ઞાનમાં લેતા રામપાલને કોર્ટમાં હાજર થવા માટે નોટીસ જારી કરી હતી.

તમને જણાવી દઇએ કે સંત રામપાલ પર હત્યા અને હત્યાના પ્રયાસોનો આરોપ લાગ્યો છે. આ ઉપરાંત સંત રામપાલ પર કોર્ટની અવમાનના કરવાનો પણ આરોપ છે.

English summary
Baulking at the possible violent fallout of any police raid to bring out controversial preacher Sant Rampal from the fortified Satlok Ashram, the Haryana police did not move to arrest him on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X