સાંવરકુંડલા પાસે વધુ એક એસટી બસ પલટી, 11 લોકોના મોત

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સાંવરકુંડલા પાસે વધુ એક એસટી બસ પલટી, 11 લોકોના મોત

સાંવરકુંડલા પાસે વધુ એક એસટી બસ પલટી, 11 લોકોના મોત

અમરેલીના સાવરકુંડલા પાસે ફાટક પર ટર્નિંગ કરતી એસટી બસ પલટી મારતા 11 લોકો થયાની આશંકા છે. જ્યારે 40 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે બાદ રાજ્ય સરકારે મરનારા લોકોને 4 લાખની સહાયની જાહેરાત કરી છે. બસ પલટી થતા આસપાસ લોકો ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ ગયા હતા. નોંધનીય છે કે એસટી બસ અકસ્માતનો આ ચોથો કિસ્સો છે.

NIA કરશે ભરૂચ મર્ડર કેસની તપાસ

NIA કરશે ભરૂચ મર્ડર કેસની તપાસ

સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપના બે નેતાઓ પર ગોળીબાર કરવાના ડબલ મર્ડર કેસમાં પકડાયેલા બે આરોપીઓની હવે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા તપાસ કરવામાં આવશે. આ અંગે કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે આ મર્ડર કેસનું જોડાય અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે નીકળતા પોલિસ આ અંગે સધન તપાસ આદરી રહી છે.

ધ્રાંગધ્રામાં નવા કપડા અપાવું કહી આધેડે બાળકી સાથે કર્યું દુષ્કર્મ

ધ્રાંગધ્રામાં નવા કપડા અપાવું કહી આધેડે બાળકી સાથે કર્યું દુષ્કર્મ

ધ્રાંગધ્રામાં દાદી સાથે બહાર નીકળેલી 7 વર્ષની બાળકીને મીઠી મીઠી વાતોમાં ફસાવીને અજાણી જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ કર્યું હોવાની વાત બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર જાગ્યો છે. જો કે સ્નાનિક લોકોએ આ વ્યક્તિને પકડીને પોલિસેને હવાલે કર્યો છે.

થરાદમાં આચાર્યએ કર્યું શિક્ષકા જોડે દુષ્કર્મ

થરાદમાં આચાર્યએ કર્યું શિક્ષકા જોડે દુષ્કર્મ

થરાદની એક શાળાની શિક્ષકાએ તેના સ્કૂલના આર્ચાર્ય પર દુષ્કર્મ કરવાનો આરોપ મૂક્યો છે. શિક્ષકાનું કહેવું છે કે આચાર્ય દ્વારા તેની જોડે દુષ્કર્મ કરી તેને ડરાવા ધમકાવામાં આવી હતી. જે બાદ તેણીએ પોતાના મંગેતરને આ વાત કહેતા પોલિસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

મોદીએ ખોટા દિવસે અફધાનિસ્તાનના રાષ્ટ્રપતિને કર્યું બર્થ ડે વીશ

મોદીએ ખોટા દિવસે અફધાનિસ્તાનના રાષ્ટ્રપતિને કર્યું બર્થ ડે વીશ

ટ્વિટર પર બધાને શુભેચ્છા પાઠવવા માટે જાણીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર અફધાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને શુક્રવારે જ બર્થ ડે વીશ કરી દીધું. પણ તે પછી અફધાનિસ્તાનના રાષ્ટ્રપતિ મોદીને ટ્વિટ કરીને જવાબ આપ્યો કે ભાઇ મારો બર્થ ડે તો 19મી મે છે. જો કે એક મહિલા પહેલા વીશ કરવા બદલ આભાર.

મુંબઇમાં મોદીએ મેક ઇન ઇન્ડિયા વીકનો કર્યો શુભારંભ

મુંબઇમાં મોદીએ મેક ઇન ઇન્ડિયા વીકનો કર્યો શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઇના વર્લીમાં એનએસસીઆઇ ઓડિટોરિયમમાં મેક ઇન ઇન્ડિયા વીકનું ઉદ્ધાટન કર્યું. આ પ્રસંગે તેમની સાથે સ્વીડન અને ફિનલેન્ડના વડાપ્રધાન પણ હાજર હતા. એક અઠવાડિયાના આ કાર્યક્રમમાં 2,500 જેટલી આંતરાષ્ટ્રિય અને 8000 જેટલી સ્થાનિક કંપનીઓ ભાગ લેશે.

હેડલી કહ્યું મુંબઇ હુમલાનું કાવતરું કરનાર લોકોની પાકમાં કદી નથી થઇ પૂછતાજ

હેડલી કહ્યું મુંબઇ હુમલાનું કાવતરું કરનાર લોકોની પાકમાં કદી નથી થઇ પૂછતાજ

આતંકી ડેવિડ હેડલીની પાંચમા દિવસની ગવાહીમાં તેણે કહ્યું કે મુંબઇ હુમલાની તપાસ કરી રહેલી ફેડરલ ઇવેસ્ટિગેશન એજન્સી ના તો હેડલી ના જ મેજર ઇકબાલ કે સાજિદ મીરની આ બાબતે અટક કરી છે. તેણે કહ્યું કે શિકાગોમાં થયેલી તેની અટક પહેલા તેના વિષે કોઇ પણ તપાસ પાકિસ્તાની એજન્સી દ્વારા ક્યારેય કરવામાં નહતી આવી.

જેએનયુ વિવાદમાં સામે આવ્યું ડૉ.રાજાની પુત્રીનું નામ

જેએનયુ વિવાદમાં સામે આવ્યું ડૉ.રાજાની પુત્રીનું નામ

જેએનયૂમાં દેશની વિરુદ્ધ નારા લગાવવાની મામલે વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ કન્હૈયા કુમારની ધરપકડ કરવામાં આવી છે. ત્યાં જ તેના વિરોધમાં માકપા મહાસચિવ સીતારામ યેચુરી અને સીપીઆઇ નેતા ડૉ. રાજા આજે ગૃહમંત્રી રાજનાથ સિંહને મળ્યા હતા. બીજી તરફ ભાજપ સાંસદ મહેશ ગિરીએ ડૉ.રાજાની પુત્રી પર આરોપ લગાવ્યો છે કે દેશ વિરોધી નારા લગાવવાના કેસમાં ડો.રાજાની પુત્રીનું પણ નામ છે. જો કે ડો. રાજાએ આ તમામ વાતો પોકળ ગણાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X