બજેટ સત્ર પહેલા વિપક્ષે માંગી JNU મામલે મોદીનું સ્પષ્ટીકરણ
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.
આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

બજેટ સત્ર પહેલા વિપક્ષે માંગી JNU મામલે મોદીનું સ્પષ્ટીકરણ
આવનારા અઠવાડિયામાં બજેટ સત્ર પર ચર્ચા થવાની છે. ત્યારે આ સદન સત્ર શાંતિથી ચાલે તે માટે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને વિપક્ષી દળોની બેઠક બોલવવામાં આવી હતી. જેમાં વિપક્ષી દળોએ માંગ કરી છે કે બજેટ સત્ર પર કોઇ પણ પ્રકારની ચર્ચા કરતા પહેલા પીએમ નરેન્દ્ર મોદી જેએનયૂ મામલે પોતાની સ્પષ્ટતા આપે.

રુસની મેડિકલ કોલેજ લાગી આગ, મહારાષ્ટ્રની બે યુવતીઓની મોત
રશિયાની રાજધાની મોસ્કોથી 400 કિલોમીટર દૂર આવેલી સ્મોલેંસ્ક મેડિકલ એકેડમીની બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં ભારતીય મૂળની બે યુવતીની મોત થઇ છે. આ વાતની પુષ્ટિ સુષ્મા સ્વરાજે પણ કરી છે. ટ્વિટર દ્વારા તેમણે જણાવ્યું છે કે આગના ધુમાડાના કારણે દમ ધૂંટી જવાના કારણે મૂળ મહારાષ્ટ્રની વતની તેવી આ બે યુવતીઓની મોત થઇ છે.

ડીયૂના ભૂતપૂર્વ પ્રોફસર ગિલાની પણ દેશદ્રોહના આરોપમાં પકડાયા
જેએનયૂના વિદ્યાર્થી યુનિયનના લીડર કન્હૈયા કુમાર બાદ દિલ્હી યુનિવર્સિટીના ડિયૂ અને ભૂતપૂર્વ પ્રોફેસર એસઆર ગિલાનીને પણ દિલ્હી પોલિસે દેશદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. તેમની પર પ્રેસ ક્લબ આયોજીત એક કાર્યક્રમ દરમિયા દેશ વિરોધી નારેબાજી કરવાના આરોપ હેઠળ પકડવામાં આવ્યા છે.

ગરીબનું બાળક છે માટે કન્હૈયાને ગંદી રાજનિતીનો ભોગ બનવું પડ્યું
જેએનયૂ વિદ્યાર્થી સંધના અધ્યક્ષ કન્હૈયા કુમારની ધરપકડ બાદ તેના પરિવારે કહ્યું છે તે ગરીબનો બાળક છે માટે તેને આ ગંદી રાજનીતિનો ભોગ બનાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે કન્હૈયાના પિતા જયશંકર સિંહ લકવાગ્રસ્ત છે અને તેની માતા આંગણવાડીમાં કામ કરે છે. તેણે કહ્યું કે જેએનયૂમાં એબીવીપી હારના કારણે તેને પુત્રને ખોટી રીતે રાજદ્રોહી બનાવવામાં આવ્યો છે. તે એક ગરીબનો પુત્ર છે માટે તેની વિરુદ્ઘ આ ષડંયત્ર કરવામાં આવ્યું છે.

નિતીશે મારી પલ્ટી કહ્યું "ઇશરત નથી બિહારની બેટી"
આતંકી ડેવિડ હેડલી દ્વારા ઇશરત જહાંને આતંકી કરાર આપ્યા બાદ તેને બિહારની બેટી કહેનારા નિતીશ કુમારે પોતાના નિવેદનથી પલ્ટી મારી છે. તેમણે કહ્યું છે કે તેમણે ક્યારેય પણ ઇશરતને બિહારની બેટી નથી કહ્યું.

ઇશરત બિહાની બેટી: જો કે જે વાત નિતીશે ના માની તે તેજપ્રતાપે માની
જો કે આ વાત અંગે પૂછતા જેડીયૂની સહયોગી આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહારના સ્વાસ્થય પ્રધાન તેજપ્રતાપ યાદવ કહ્યું કે તે નીતિશ કુમારની સાથે છે. તેમણે કહ્યું કે હા નીતિશ કુમારે કહ્યું હતું કે ઇશરત બિહારની બેટી છે. અને આમ કહીને તેમને કંઇ ખોટું નથી કહ્યું.

કેજરીવાલે કર્યું હનુમાનજીનું અપમાન!
જેએનયૂ વિવાદ સાથે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ નામ જોડાયું છે. કેજરીવાલે એક વિવાદિત પોસ્ટને પોતાના ટ્વિટર હેન્ડલથી અપલોડ કરી છે. જેમાં હનુમાન દ્વારા જેએનયૂને જલાવવામાં આવી છે. જેને કેટલાક લોકો આપત્તિજનક ગણાવી છે. ત્યારે તસવીરમાં જુઓ શું કહ્યું છે કેજરીવાલે!

રેસલર યોગેશ્વર દત્ત કહ્યું અફજલ શહિદ છે તો હનુમનથપ્પાને શું કહશો?
જેએનયૂ પર જ્યાં એક બાજુ બબાલ થઇ રહી છે ત્યાં જ બીજી તરફ ઓલ્મપિક બ્રોન્ઝ મેડેલ વિજેતા કસ્તીબાજ યોગેશ્વર દત્ત ફેસબુક પર પોસ્ટ લખીને પૂછ્યું છે કે અફજલને શહિદ કહેશો તો હનુમનથપ્પાને શું કહેશો?
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
