દિલ્હી મેટ્રો છે કે ઐયાશીનો અડ્ડો, અશ્લિલ હરકતોથી કંટાળીને DMRC એ મોટુ પગલુ ભર્યુ
છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે વીડિયો સામે આવી રહ્યા છે તેને જોતા લાગી રહ્યુ છે કે દિલ્હી મેટ્રો કપલ માટે ઐયાશીનો અડ્ડો બની ગયો છે. હવે આ તમામ બાબતોથી કંટાળીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એક્શનમાં આવ્યુ છે.
હાલમાં જ દિલ્હી મેટ્રોના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હાલમાં જ દિલ્હી મેટ્રોનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં એક છોકરો અને છોકરી બેઠા હતા અને કિસ કરી રહ્યા હતા. લોકોની આ બધી ગતિવિધિઓને જોઈને દિલ્હી મેટ્રોએ નોટિસ જાહેર કરી છે.

દિલ્હી મેટ્રોના જે રીતે એક પછી એક વીડિયો સામે આવી રહ્યા છે તેના કારણે તે પુરા દેશમાં દિલ્હી મેટ્રોની ચર્ચા થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને આ અંગે કડકાઈ દાખવતા મેટ્રોમાં પેટ્રોલિંગ માટે ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત કરી હતી. જો કે છતાં અશ્લીલ અને જઘન્ય કૃત્યો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા.
થોડા સમય પહેલા જ મેટ્રોમાં એક વ્યક્તિ હસ્તમૈથુન કરતા ઝડપાયો હતો. હવે દિલ્હી પોલીસે દિલ્હીના મેટ્રો સ્ટેશન પર હસ્તમૈથુન કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે અને દિલ્હી મેટ્રોએ આ અંગે માહિતી આપી છે. જો કે આ પહેલો વીડિયો નથી. આ પહેલા એક છોકરી મેટ્રોમાં મામૂલી કપડાં પહેરીને આવી ગઈ હતી. દિલ્હી મેટ્રોમાં આન્ટીઓના ઝઘડા પણ જોવા મળી રહ્યા છે.
લોકોની આ હરકતોથી પરેશાન દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને મુસાફરોને વિનંતી કરી છે કે DMRC પરિસર સીસીટીવી દેખરેખ હેઠળ છે અને મુસાફરોને મુસાફરી દરમિયાન જવાબદારીપૂર્વક વર્તન કરે. ડીએમઆરસીએ મુસાફરોની હરકતો અંગે નિવેદન જારી કરીને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા શિક્ષિત લોકોને મહત્વપૂર્ણ અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
