For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાતર થયું સસ્તું : ખેડૂતોને મળી રાહત

|
Google Oneindia Gujarati News

fertilizers
નવી દિલ્હી, 2 મે : ખેડૂતો માટે ખરીફ સિઝન પૂર્વે આનંદના સમાચાર છે કે ઘણા સમય બાદ પ્રથમવાર ખાતરના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. વિદેશમાં ખાતરના ભાવ ઘટતાં ભારતમાં સરકારે સબસિડીમાં 15 ટકાનો ઘટાડો કર્યો હતો. વિદેશમાં ભાવ ઘટતાં તેને પગલે સરકારે પણ સબસિડીમાં ઘટાડો કરતાં રિટેઇલમાં ઉત્‍પાદકોને ખાતરના ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી.

વિદેશમાં ખાતરના ભાવ ઘટતાં અહીં ખેડૂતોને ડીએપી ખાતર પ્રતિ ટન રૂપિયા 15,000 અને પોટાશ યુક્‍ત ખાતર પ્રતિ ટન રૂપિયા 1,000 સસ્‍તુ પડશે. વિદેશમાં ખાતરના ભાવ ઘટતાં સરકારને રૂપિયા 5,000 કરોડની બચત થશે. વૈશ્વિક બજારમાં ખાતરના ભાવમાં સરેરાશ ટનદીઠ રૂપિયા 3,500નો ઘટાડો કરતા કેન્‍દ્ર સરકારે પણ પહેલી એપ્રિલથી લાગુ પડે એ રીતે ડીએપી અને એમઓપી ખાતરની સબસિડીમાં અનુક્રમે 14થી 22 ટકાનો ઘટાડો કર્યો હતો.

કેન્‍દ્ર સરકાર પહેલી એપ્રિલ, 2010થી નોન યુરિયા ખાતરનો નિયંત્રણમુક્‍ત કર્યા છે અને તેના ઉપર તેના પોષક તત્‍વો આધારે સબસિડી આપે છે. આ વર્ષ માટે સરકારે નાઇટ્રોજનની સબસિડી પ્રતિ કિલો રૂપિયા 20.875 કર્યા છે, જે ગત વર્ષે રૂપિયા 24.00 હતા. પોટાશ (કે)ની સબસિડી રૂપિયા 24થી ઘટાડીને રૂપિયા 18.33 અને ફોસ્‍ફેટ (પી)ની સબસિડી પ્રતિ કિલો રૂપિયા 21.80થી ઘટાડીને રૂપિયા 18.679 કરી છે. જ્‍યારે સલ્‍ફરની રૂપિયા 1.677 યથાવત રાખી છે.

નવા સબસિડીના દરને પગલે ડીએપી ખાતરની કુલ સબસિડી રૂપિયા 14,350 પ્રતિ ટનથી ઘટીને રૂપિયા 12,350 થઇ છે. જ્‍યારે એમઓપીની સબસિડી રૂપિયા 14,440થી ઘટીને રૂપિયા 11,300 થઇ છે. આ પ્રસંગે કેન્‍દ્રીય નાણા મંત્રી પી. ચિદમ્‍બરમે નવી સબિસીડીના દર જાહેર કરતા પત્રકારોને જણાવ્‍યું હતું કે, વૈશ્વિક બજારમાં ભાવ ઘટવાને કારણે સરકારે સબસિડી ઘટાડી છે. આશા છે કે ફિકસ સબસિડીની આ સિસ્‍ટમને કારણે કંપનીઓ ખાતરના ભાવ ઘટાડશે અને ખેડૂતોને આખરે સસ્‍તુ ખાતર મળશે.

ઇફકોએ થેલીદીઠ રૂપિયા 75 ઘટાડયા
કેન્‍દ્ર સરકાર સબસિડીમાં ઘટાડો કરવાની જાહેરાત સાથે જ દેશની અગ્રણી કંપની ઇફકોએ ખાતરના વેચાણ ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ઇફકોના ચેરમેન નટુભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, સબસિડી ઘટતા જ અમે કાલથી અમલી બને એ રીતે ડીએપી ખાતરની થેલી (50 કિલો)ના ભાવમાં રૂપિયા 75નો ઘટાડો કર્યો છે. વૈશ્વિક બજારના ઘટાડા સાથે સરકારે સબસિડી ઘટાડતા ખેડૂતોને ફાયદો થશે. તેમણે વધુમાં કહ્યું કે, તાજેતરમાં યુરીયા ખાતરના ભાવમાં વધારો થયો એ પૂર્વે જ અમે 40 હજાર થેલી ખાતર ખેડૂતોને પુરૂં પાડયું હતું.

English summary
Fertilizer price gone down : Farmers got relief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X