સેલ્સ એક્ઝિક્યૂટિવ્સને હૃદયરોગનું સૌથી વધુ જોખમ
નવી દિલ્હી, 19 એપ્રિલઃ સેલ્સ એક્ઝિક્યુટિવ, રિપોર્ટર, એમઆર, ટ્રાફિક પોલીસ વગેરે જોબ કરનારાઓને હૃદય રોગનું જોખમ વધારે હોય છે. આ અમે નહીં પરંતુ જર્મનીમાં થયેલા એક સંશોધન બાદ કહેવામાં આવ્યું છે. સંશોધન અનુસાર જે લોકો દિવસ દરમિયાન વધુ સમય ટ્રાફિકની વચ્ચે પસાર કરે છે, તેમને હૃદય રોગનું જોખમ વધુ રહે છે.
જર્મનીના અસેન હાર્ટ સેન્ટરના ડોક્ટર હેગન કલ્શ અને તેમની ટીમે 4814 લોકો પર આ સંશોધન કર્યું છે. તેમની ઉમર 60ની આસપાસ હતી. તમામનુ શારીરિક પરિક્ષણ કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે જે લોકોએ પોતાનું જીવનમાં વધુંમાં વધુ સમય ટ્રાફિક વચ્ચે વિતાવે છે, તેમને હૃદય રોગની સમસ્યા વધારે હતી. તેમની પાછળનું કારણ માત્ર પ્રદુષણ જ નહીં પરંતુ ધ્વનિ પ્રદુષણ પણ છે.













Click it and Unblock the Notifications
