For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમાલિયાની રાજધાનીમાં આત્મઘાતી હુમલો, વિસ્ફોટમાં 73 લોકોના મોત

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં શનિવારે સુરક્ષા ચેક પોસ્ટ નજીક ટ્રક બોમ્બ વિસ્ફોટમાં 76 લોકો માર્યા ગયા અને 50 થી વધુ ઘાયલ થયા. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર સરકારના પ્રવક્તા ઇસ્માઇલ મુખ્તાર ઓમરે કહ્યું

|
Google Oneindia Gujarati News

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં શનિવારે સુરક્ષા ચેક પોસ્ટ નજીક ટ્રક બોમ્બ વિસ્ફોટમાં 76 લોકો માર્યા ગયા અને 50 થી વધુ ઘાયલ થયા. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર સરકારના પ્રવક્તા ઇસ્માઇલ મુખ્તાર ઓમરે કહ્યું કે આત્મઘાતી બોમ્બરે તેના વાહનને અફગોઇ રોડ પર પોલીસ ચેક પોસ્ટ પાસે ઉડાવી દીધું હતું. આ હુમલો તાજેતરના વર્ષોમાં મોગાદિશુનો સૌથી ભયંકર હુમલો છે.

Somalia

મદિના હોસ્પિટલના ડાયરેક્ટર મોહમ્મદ યુસુફે કહ્યું કે 73 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. એમેન એમ્બ્યુલન્સ સર્વિસના ડિરેક્ટર અબ્દિકાદિર અબ્દિરાહમાને કહ્યું કે આ હુમલામાં 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકનું મોત નીપજ્યું છે. શનિવારે સવારે મોગાદિશુમાં ભારે ભીડવાળા વિસ્તારમાં આ હુમલો થયો હતો, જે તાજેતરના મોટા હુમલાઓમાંનો એક હોવાનું કહેવાય છે.

ઘટના સ્થળે બળી ગયેલા વાહનો અને મૃતદેહો વેરવિખેર જોવા મળ્યા છે. હમણાં સુધી, કોઈ પણ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. સરકાર પ્રવક્તા ઇસ્માઇલ મુખ્તરે જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવતાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓ છે જેઓ તેમના વર્ગો માટે રવાના થયા હતા.

આ પણ વાંચો: આખ્યા કા વો કાજલ સોંગ પછી ફેમસ થયેલી હરયાણવી ડાંસર સપના ચૌધરીનો થયો ભયાનક એક્સિંડંટ

English summary
Fierce attack in Somalia's capital, 73 killed in explosion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X