For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રિય મંત્રી વિશ્વેશ્વર ટૂડુ પર મારપીટનો મામલો દાખલ, કથિત રૂપે ઓફીસમાં બોલાવી અધિકારીઓને માર માર્યો

ઓડિશા સરકારના બે અધિકારીઓએ કેન્દ્રીય મંત્રી વિશ્વેશ્વર ટુડુ પર મયુરભંજ જિલ્લામાં તેમની ઓફિસમાં ખુરશી વડે હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, બીજેપી સાંસદે આ આરોપને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. કેન્દ્રીય જલ શક્તિ અને આદિજાત

|
Google Oneindia Gujarati News

ઓડિશા સરકારના બે અધિકારીઓએ કેન્દ્રીય મંત્રી વિશ્વેશ્વર ટુડુ પર મયુરભંજ જિલ્લામાં તેમની ઓફિસમાં ખુરશી વડે હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, બીજેપી સાંસદે આ આરોપને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. કેન્દ્રીય જલ શક્તિ અને આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી વિશ્વેશ્વર ટુડુ મયુરભંજ લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય છે. તેમને જુલાઈ 2021માં MoAS તરીકે મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.

Bishweswar Tudu

ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ એન્ડ મોનિટરિંગ યુનિટના ડેપ્યુટી ડાયરેક્ટર અશ્વિની કુમાર મલિક અને મદદનીશ નિયામક દેબાશિષ મહાપાત્રાના જણાવ્યા અનુસાર મંત્રીએ શુક્રવારે સમીક્ષા બેઠક માટે બંનેને તેમના વતન બારીપાડામાં બીજેપી પાર્ટી ઑફિસમાં બોલાવ્યા હતા. સમીક્ષા બેઠક દરમિયાન કેટલીક ફાઈલો સાથે ન લાવવા બદલ મંત્રી ટુડુ ગુસ્સે થયા હતા. ત્યારબાદ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કર્યા બાદ મંત્રીએ કથિત રીતે બંને અધિકારીઓને માર માર્યો હતો અને ખુરશી પણ મારી હતી.

કથિત હુમલા બાદ દેબાશિષ મહાપાત્રાનો હાથ તૂટી ગયો હતો, જ્યારે અશ્વિની મલિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બંને અધિકારીઓને બારીપાડાની પીઆરએમ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે બે સરકારી અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે, રાજ્યમંત્રી વિશ્વેશ્વર ટુડુ વિરુદ્ધ બારીપાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 323, 325, 294 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

બીજી તરફ મયુરભંજ જિલ્લા કલેક્ટર વિનીત ભારદ્વાજે કહ્યું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે, આ મામલે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. બારીપાડા સ્ટેશન ઈન્ચાર્જ વીરેન્દ્ર સેનાપતિ બારીપાડા હોસ્પિટલ ગયા અને ઘાયલોની પૂછપરછ કરી હતી.

English summary
filed a case of assault On Union Minister Bishweswar Tudu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X