જેટલીએ આપ્યા સંકેત, વચગાળાના બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટુ એલાન
એક ફેબ્રુઆરીએ રજૂ થનાર વચગાળાના બજેટ પહેલા કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ સંકેત આપ્યા છે કે સરકાર અર્થવ્યવસ્થા સમક્ષ પડકારોને પહોંચી વળવા માટે ચૂંટણી વર્ષની પરંપરાથી અલગ કંઈક કરી શકે છે.
એક ફેબ્રુઆરીએ રજૂ થનાર વચગાળાના બજેટ પહેલા કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ સંકેત આપ્યા છે કે સરકાર અર્થવ્યવસ્થા સમક્ષ પડકારોને પહોંચી વળવા માટે ચૂંટણી વર્ષની પરંપરાથી અલગ કંઈક કરી શકે છે. જેટલીએ ઈશારો કર્યો કે એક ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટ લેખાનુદાન હોય એ જરૂરી નથી. બજેટમાં ખેડૂતો માટે મોટા એલાનનો ઈશારો જેટલીએ કર્યો છે. ઈલાજ માટે ન્યૂયોર્ક ગયેલા જેટલીએ એક એવોર્ડ ફંક્શન દરમિયાન આ વાતો કહી છે.

અર્થ વ્યવસ્થા અને દેશહિતમાં લેશે નિર્ણયો
અરુણ જેટલીએ કહ્યુ કે તેમની સરકાર માટે દેશહિતથી વિશેષ કંઈ નથી તે અર્થ વ્યવસ્થા સુધારવા માટે દરેક જરૂરી પગલાં લઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે ચૂંટણી વર્ષનું બજેટ વચગાળાનું બજેટ હોય છે. દેશ માટે જરૂરી શું છે તેનાથી નક્કી થાય છે કે વચગાળાના બજેટમાં શું હશે, આ જ પરંપરા પણ રહી છે. કૃષિ ક્ષેત્ર અને બીજા ક્ષેત્રોમાં પડકારોને જોતા સરકાર પરંપરાથી હટીને પગલાં લઈ શકે છે. જેટલીએ કહ્યુ કે મારુ માનવુ છે કે નાણાંકીય સૂઝબૂઝ હંમેશા ફળદાયી હોય છે. જ્યારે પણ જૂની સરકારોએ આનુ પાલન નથી કર્યુ તો તેને નુકશાન થયુ છે.

વચગાળાના બજેટ માટે દેશ પાછા આવશે
અરુણ જેટલી હાલમાં ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહ્યા છે. તેમણે જણાવ્યુ છે કે તે બે સપ્તાહની રજા પર ન્યૂયોર્ક જઈ રહ્યા છે. એવા સમાચાર છે કે જેટલીનો કેન્સર છે. એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે બિમારીના કારણે તે વચગાળાનું બજેટ રજૂ કરવા માટે ભારત આવી નહિ શકે અને રાજ્ય નાણામંત્રી બજેટ રજૂ કરશે. જો કે જેટલીએ આને ફગાવી દીધુ કે તે એક ફેબ્રુઆરી સુધી ભારત આવી શકશે.

એક ફેબ્રુઆરીએ રજૂ થશે વચગાળાનું બજેટ
કેન્દ્રની એનડીએ સરકાર એક ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2019-20 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણી થવાની છે. એવામાં વર્તમાન સરકારનું આ છેલ્લુ બજેટ હશે. સામાન્ય ચૂંટણી પહેલા યોજાનાર બજેટમાં સરકાર તરફથી મોટા અને લલચાવનારા એલાન નથી થતા પરંતુ એ પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે સરકાર આ વખતે બજેટમાં કોઈ મોટી ઘોષણા કરી શકે છે.












Click it and Unblock the Notifications
