જેટલીનો કોંગ્રેસ પર પલટવાર નોટબંધી નહીં 2G છે લૂંટ

Posted By:
Subscribe to Oneindia News

નોટબંધી પર જ્યાં એક વર્ષ પૂર્ણ થવાનું છે ત્યારે તેના ઠીક એક દિવસ પહેલા નાણાં પ્રધાન અરુણ જેટલીએ નોટબંધી પર બોલતા કહ્યું કે નોટબંધી પછી ભારત એક સાફ, પારદર્શક અને પ્રામાણિક નાણાંકીય વ્યવસ્થા તરફ આગળ વધ્યું છે. નોટબંધીની અસર પર બોલતા તેમણે કહ્યું કે કેશ ઓછી હોવાના કારણે ભષ્ટ્રાચાર થતો ઓછા નથી થયો પણ તેની મુશ્કેલી વધી છે. સાથે જ તેમણે કહ્યું કે સરકારની તરફથી લેવામાં આવેલો આ નિર્ણય સમાજમાંથી એક મોટા પાયે ભષ્ટ્રચારને પૂર્ણ કરવા અને કાળાં નાણાં પર અંકુશ લાવવાની દિશામાં એક મોટું પગલું છે. નાણાં મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા અને દેશના વ્યાપક હિત માટે દેશના સ્ટેટસને બદલવું જરૂરી હતું. જેટલીએ કહ્યું કે જીડીપીનો 12 ટકા ભાગ કેશ છે વળી જે ટેક્સ આપે છે તેમની પર ભાર વધુ રહે છે કારણ કે જે લોકો ટેક્સ ના આપે તેમનો પણ ટેક્સ આ લોકોએ ઉઠાવવો પડે છે.

arun jaitely

તેમણે કહ્યું કે દેશ ચલાવવા માટે પૈસા તો જોઇએ છે. તેવામાં આ એક પ્રકારનો અન્યાય છે. જે સાધન ગરીબના કલ્યાણમાં ખર્ચ થવાનો હોય છે તે સાધન સંપન્ન વ્યક્તિના ખાતામાં જતો રહે છે. કેશ પર આધારિત અર્થવ્યવસ્થામાં આ ભષ્ટ્રાચારનું એક કેન્દ્ર અને કારણ પણ હોઇ શકે છે. સાથે જ આ પ્રસંગે અરુણ જેટલીએ કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પરિવાર સેવામાં માને છે. પણ અમારો હેતું દેશ સેવા કરવાનો છે. અમારી અને કોંગ્રેસની નૈતિકતામાં બહુ અંતર છે. સાથે જ કોંગ્રેસ પર આક્ષેપ કરતા અરુણ જેટલીએ કહ્યું કે નોટબંધી લૂટ નથી લૂટ તો 2G, CWG અને કોલસા કૌભાંડમાં થઇ છે. બુધવારે સમગ્ર દેશના નવ રાજ્યોમાં ભાજપ પ્રેસ કોન્ફર્ન્સ કરશે. જેમાં તે નોટબંધીના ફાયદા અને કાળા નાણાંને લઇને ચર્ચા કરશે. સાથે જ આ મામલે પનામા પેપર અને જય સિંહ મામલે બોલતા અરુણ જેટલીએ કહ્યું કે આ અંગે તપાસ ચાલી રહી છે. અને જો તપાસ બાદ જો કોઇ આરોપી હશે તો અમારી સરકાર તેને સજા ચોક્કસથી આપશે.

English summary
Finance minister Arun Jaitley on one year of demonetization.
Please Wait while comments are loading...