અદાણી મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

અદાણી શેરમાં પડતી યથાવત છે ત્યારે હવે પહેલી વખત નાણાંમંત્રી નિર્મલા સીતારમણની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

નવી દિલ્હી : હિડનબર્ગનો રિપોર્ટ અદાણી ગ્રુપને ખારા ખારા આંસુએ રડાવી રહ્યો છે. એક તરફ શેરના ભાવ રેકોર્ડ બ્રેક તુટી રહ્યા છે તો બીજી તરફ વિવિધ સંસ્થાઓ તરફથી એક પછી એક ઝટકા મળી રહ્યા છે. આજે અદાણી ગ્રુપના શેર 2.19 ટકા તુટીને 1531 સુધી પહોંચી ગયા છે. અદાણીની પડતીને કારણે માર્કેટમાં મોટી ઉથલપાથળ વચ્ચે હવે વિત્તમંત્રીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

Nirmala Sithamaran

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્તમાન સ્થિતી પર વાત કરતા જણાવ્યુ કે, ભારતનું બજાર ખૂબ જ સારી રીતે નિયંત્રિત નાણાકીય બજાર છે. તેમણે કહ્યું કે રોકાણકારોનો જે વિશ્વાસ પહેલા હતો તે જ રહેશે. જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓએ વિગતવાર નિવેદનો જારી કર્યા છે, જે દર્શાવે છે કે તેઓએ અદાણી જૂથ સાથે મર્યાદિત એક્સપોઝર લીધું છે. તે સ્ટોક ક્રેશથી પ્રભાવિત નહીં થાય.

અદાણી ગ્રૂપ અંગે હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે સંસદમાં વિપક્ષ હમલાવર છે. આ બબાલની અસર બજાર પર થઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં જ અદાણી ગ્રૂપની કંપનીઓ સંયુક્ત માર્કેટ મૂડીમાં 120 બિલિયન ડોલરથી વધુનો ઘટાડો થયો છે. અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર ખોટી રીતે શેરના ભાવ વધારવાનો આરોપ મુક્યો છે.

હિંડનબર્ગ રિસર્ચે રિપોર્ટમાં આને કોર્પોરેટ ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે. 24 જાન્યુઆરીએ હિંડનબર્ગનો રિપોર્ટનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપના શેર ઘડામ રીતે નીચે પડ્યા છે. પહેલા અદાણી એન્ટરપ્રાઇઝના શેરની કિંમત 3400 રૂપિયાની આસપાસ હતી તે હવે ઘટીને 1000 રૂપિયાની નીચે પહોંચી ગઈ હતી. જો કે આજે રિપવરી બાદ 1531 પર બંધ થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X