સોમનાથ ભારતી વિરુદ્ધ FIR નોંધાઈ, મહિલા સાથે ગેરવર્તણૂક
આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભરતી તેમના કામોને બદલે વિવાદોના કારણે વધારે ચર્ચામાં રહે છે. તાજો મામલોએ છે કે તેમના પર હાલ એફઆઈઆર નોંધાઈ ચુકી છે. આપ વિધાયક પર મહિલા સાથે ગેરવર્તણૂકનો મામલો નોંધાયો છે.
આપ સરકારના ભૂતપૂર્વ કાયદા મંત્રી સોમનાથ ભરતી વિરુદ્ધ બુધવારે મહિલા સાથે ગેરવર્તણૂકનો આરોપ નોંધવામાં આવ્યો છે. મહિલાના આરોપ બાદ સાકેત પોલીસ સ્ટેશનમાં સોમનાથ ભરતી વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં સોમનાથ ભરતી પર ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ પોલીસને જણાવ્યું છે કે જુલાઈના શરૂઆતના દિવસમાં કેટલાક લોકોને તેને સાથે ગેરવર્તણૂક કરવા માટે સોમનાથ ભારતીએ ભડકાવ્યા હતા.
આમ પણ આ કોઈ પહેલો મામલો નથી. આ પહેલા પણ સોમનાથ ભારતી પર મહિલા સાથે ગેરવર્તણૂકનો કેસ નોંધાઈ ચુક્યો છે. એટલું જ નહીં પરંતુ પોતાની પત્ની સાથે મારપીટના મામલામાં પણ તેઓ આવી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
