For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પટનામાં સીએમ ચન્ની સામે FIR નોંધાઈ, ભાજયુમોના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કરી ફરિયાદ

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ પોતાના નિવેદનોના કારણે મુસીબતમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પંજાબઃ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ પોતાના નિવેદનોના કારણે મુસીબતમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. એક ચૂંટણી રેલીને સંબોધિત કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે આપેલા ભડકાઉ ભાષણને લઈને ચારે તરફથી તેમનો વિરોધ શરુ થઈ ગયો છે. આ કડીમાં બિહારની રાજધાની પટનાના કદમકુઆં પોલિસ સ્ટેશનમાં ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમાર સિંહે સીએમ ચન્ની સાથે એફઆઈઆર નોંધાવવા માટે લેખિત ફરિયાદ કરી છે. આનુ પુષ્ટિ કદમકુઆં પોલિસ સ્ટેશન પ્રભારી વિમલેન્દુ કુમારે કરી છે.

charanjit singh channi

એક વરિષ્ઠ પોલિસ અધિકારીએ કહ્યુ કે ભારતીય જનતા યુવા મોરચા(ભાજયુમો)ના એક વરિષ્ઠ પદાધિકારી મનીષ કુમારની ફરિયાદના આધારે પટનાના કદમકુઆં પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જો કે, અધિકારીએ આ મુદ્દે વધુ માહિતી શેર કરવાનો ઈનકાર કરી દીધો કારણકે આ રાજકીય રીતે સંવેદનશીલ છે. તેમણે કહ્યુ, 'કેસની તપાસ કરવામાં આવી રહી છે.'

લેખિત ફરિયાદમાં ભાજયુમોના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યુ છે કે પંજાબના રુપનગરમાં પંજાબના સીએમે બિહાર અને ઉત્તર પ્રદેશના નાગરિકો વિશે ભડકાઉ તેમજ વિવાદિત નિવેદનો આપ્યો. તેમણે કહ્યુ કે યુપી તેમજ બિહારના લોકોને પંજાબમાં ઘૂસવા દેવામાં નહિ આવે. આનાથી સહુ કોઈ આહટ થયા છે.

આ ઉપરાંત લખ્યુ કે બિહાર તેમજ યુપીના લોકો દેશના કોઈ પણ ખૂણામાં જઈ શકે છે. તે પોતાના પરિશ્રમ અને પ્રતિભાથી પોતાની એક અલગ ઓળખ બનાવે છે. ભારતીય બંધારણ મુજબ દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ રાજ્ય તેમજ સ્થળે રહી શકે છે. પરંતુ એક બંધારણીય પદ પર કોંગ્રેસ નેતા તેમજ પંજાબના નેતા સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભડકાઉ નિવેદનથી બિહાર તેમજ ઉત્તર પ્રદેશની જનતાને ઠેસ પહોંચી છે.

આ કડીમાં બિહારના સીએમ નીતિશ કુમારે પણ ચરણજીત સિંહ ચન્નીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. સીએમ નીતિશ કુમારે કહ્યુ કે શું એ જાણે છે કે પંજાબમાં બિહારના લોકોનુ કેટલુ યોગદાન છે અને કેટલા ત્યાં રહી રહ્યા છે? મને નવાઈ લાગે છે કે લોકો આ પ્રકારના નિવેદનો કેવી રીતે આપે છે.

English summary
FIR against CM Charanjit Singh Channi in Patna by BJYM Manish Kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X