For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

amitabh-narendra-modi
1 મે, બૈતૂલ: દેશભરમાં સમાચાર ચેનલો પર પ્રસારિત થઇ રહેલ ગુજરાત સરકારની એક જાહેરાત પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં માં તાપ્તી જાગૃતિ મંચ બૈતૂલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

માં તાપ્તી જાગૃતિ મંચ બૈતૂલના સંયોજક અને માં સૂર્યપુત્રી તાપ્તી જાગૃતિ સમિતિ મધ્ય પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ રામ કિશોર પવારે સોમવારે કોતવાલી પોલીસ મથકે લેખિત ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં ટીવી ચેનલો અને યૂ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા ગુજરાત સરકારના પર્યટન વિભાગ દ્રારા પ્રસારિત જાહેરાત 'કુછ દિન તો બિતાયે ગુજરાત મેં'માં અમિતાભ બચ્ચન કહે છે કે અહીં ભગવાન રામે શબરી બોર ખાધા હતા અને સાંભળ્યું છે કે અહીંયા 14 વર્ષ સુધી રોકાયા હતા.

ફરિયાદમાં જાહેરાતની આ જાણકારીને ભ્રામક અને અસત્ય ગણાવતાં કહ્યું હતું કે શ્રી રામને 14 વર્ષનો વનવાસ થયો હતો પરંતુ તેમના દ્રારા વનવાસ કાળ સમયમાં કોઇપણ સ્થળે એક વર્ષથી વધુ સમય વિતાવ્યો નથી. આ સંગઠને પ્રશ્ન કર્યો છે કે આ જાહેરાતના માધ્યમથી નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન ભગવાન રામ વિશે જુઠ્ઠાણું કેમ ફેલાવી રહ્યાં છે?

English summary
FIR agaist Narendra Modi and Amitabh Bachchan for Add Campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X