For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયાપ્રદા પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ આઝમ ખાન પર FIR નોંધાઈ

ભાજપા ઉમેદવાર જયાપ્રદા પર વિવાદિત ટિપ્પણી કરવા બદલ આઝમ ખાનની મુસીબત વધી શકે છે.

|
Google Oneindia Gujarati News

ભાજપા ઉમેદવાર જયાપ્રદા પર વિવાદિત ટિપ્પણી કરવા બદલ આઝમ ખાનની મુસીબત વધી શકે છે. ભાજપા ઉમેદવાર જયાપ્રદા પર અભદ્ર ટિપ્પણી કરવા માટે આઝમ ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલો ચૂંટણી પંચે પણ ગંભીરતાથી લીધો છે અને રામપુર જિલ્લાધિકારીને રિપોર્ટ માંગ્યો છે.

આ પણ વાંચો: વીડિયો: આઝમ ખાને બધી હદ પાર કરી, જયાપ્રદા પર વિવાદિત કમેન્ટ

આઝમ ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ

આઝમ ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ

મહિલા આયોગે પણ આઝમ ખાનના નિવેદનને શર્મનાક ગણાવ્યું છે અને માંગ કરી છે કે તેમને લોકસભા ચૂંટણી લડવાથી રોકવામાં આવે. મહિલા આયોગે કહ્યું કે આઝમ ખાન પર કાર્યવાહી કરીને તેમને પાઠ ભણાવવાની જરૂર છે. રામપુરમાં ભાજપા ઉમેદવાર તરીકે જયાપ્રદાના નામની ઘોષણા સાથે જ બંને નેતાઓ વચ્ચે જોરદાર પ્રહાર થઇ રહ્યા છે.

આઝમ ખાનનાં નિવેદન પર મહિલા આયોગ અને ઈલેક્શન સખત

આપને જણાવી દઈએ કે આઝમ ખાને એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે, જેને આંગળી પકડીને અમે રામપુર લઈને આવ્યા અને તમે 10 વર્ષ જેમની પાસે પ્રતિનિધત્વ કરાવ્યું, તેમની અસલિયત સમજવામાં તમને 17 વર્ષ લાગ્યા પરંતુ હું 17 દિવસમાં ઓળખી ગયો હતો કે તેમનું.... રામપુરની જે રેલીમાં આઝમ ખાને આ શર્મનાક ટિપ્પણી કરી, તે સમયે મંચ પર સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પણ હાજર હતા.

આઝમ ખાને સફાઈ આપી કે કોઈનું નામ નથી લીધું

આ અભદ્ર ટિપ્પણી પછી આઝમ ખાને સફાઈ પણ આપી છે આઝમ ખાને કહ્યું કે તેમને કોઈનું નામ નથી લીધું. જો કોઈ સાબિત કરી આપે કે તેમને કોઈનું નામ લીધું છે, તો તેઓ લોકસભા ચૂંટણીથી પોતાનું નામ પાછું લઇ લેશે. આઝમ ખાને કહ્યું કે તેઓ દિલ્હીના એક વ્યક્તિનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમની તબિયત ઠીક નથી. તેમને કહ્યું કે એક વ્યક્તિ તેની સાથે 150 રાઇફલ લઈને આવ્યો અને તેને કહ્યું હતું કે તેને આઝમ ખાનને જોયો તો તેને ગોળી મારી દેશે.

English summary
FIR registered against Azam Khan for his controversial Comment on Jaya Prada
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X