મહારાષ્ટ્રઃ ઠાણેની પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં લાગી આગ, 4 દર્દીઓના મોત

એક મોટા સમાાચાર ઠાણેથી છે જ્યાં પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં બુધવારે સવારે આગ લાગી ગઈ છે.

મુંબઈઃ એક મોટા સમાાચાર ઠાણેથી છે જ્યાં પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં બુધવારે સવારે આગ લાગી ગઈ છે. આગ સવારે 3.30 વાગે લાગી હતી. દર્દીઓને બીજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જેમાં શિફ્ટીંગ દરમિયાન 4 દર્દીઓના મોત થઈ ગયા છે અને ઘણા ઘાયલ થઈ ગયા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ હાજર છે. આગ લાગવાનુ કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યુ નથી. હાલમાં આગ ઓલવવાનુ કામ ઝડપથી થઈ રહ્યુ છે.

fire

ઉલ્લેખનીય છે કે હજુ હાલમાં જ 23 એપ્રિલે મુંબઈ પાસે વિરાર વિસ્તારમાં વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી 15 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ પોલિસે હોસ્પિટલના મુખ્ય પ્રશાસનિક અધિકારી અને મુખ્ય કાર્યકારી અધિકારીની ધરપકડ કરી હતી. જે સમયે આ ઘટના થઈ એ વખતે આઈસીયુમાં 17 દર્દી હતા. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આ મામલાની વિસ્તૃત તપાસની વાત કહીને 10 દિવસમાં રિપોર્ટ આપવા અને દોષીતો સામે એક્શન લેવાની વાત કહી હતી.

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ

આખો દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. કોરોના મહામારીથી સૌથી વધુ ગ્રસિત મહારાષ્ટ્ર છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 66,358 નવા કેસ સામે આવ્યા છે અને 895 લોકોના મોત થયા છે જ્યારે 67,752 લોકો હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને ઘરે પણ જઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 44,10,085 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X