દિલ્લીઃ જૂના સીમાપુરીમાં ત્રણ માળની બિલ્ડિંગમાં લાગી આગ, 4 લોકોના મોત

દેશની રાજધાનીમાં એક વાર ફરીથી મોટી દૂર્ઘટના સામે આવી છે.

નવી દિલ્લીઃ દેશની રાજધાનીમાં એક વાર ફરીથી મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં ઓલ્ડ સીમાપુરી વિસ્તારમાં સ્થિત બિલ્ડિંગમાં આગ લાગી ગઈ. દિલ્લી પોલિસે જણાવ્યુ કે ત્રણ માળની બિલ્ડિંગમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થઈ ગયા. આ આગ બિલ્ડિંગના ત્રીજા માળ પર લાગી હતી. આગ આજે સવારે બિલ્ડિંગમાં લાગી હતી પરંતુ એ સ્પષ્ટ ન થઈ શક્યુ કે આગ કયા કારણોસર લાગી હતી.

fire

તમને જણાવી દઈએ કે આ પહેલા દક્ષિણ પશ્ચિમ દિલ્લી સ્થતિ પાલમમાં રવિવારે આગ લાગી ગઈ હતી. આ આગ પાલમ સ્થિત એક ગામના ઘરમાં લાગી ગઈ હતી જેમાં સાત લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પોલિસે જણાવ્યુ કે અમને શનિવારની રાતે એક ઘરમાં આગ લાગવાની સૂચના મળી હતી. અમને માહિતી મળી હતી કે ઘરમાં આગ લાગવાથી અમુક બાળકો પણ ફસાયા છે ત્યારબાદ અમે ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ અને પોલિસ બળ પહોંચ્યા અને રાહત તેમજ બચાવ કામ શરૂ કર્યુ. વરિષ્ઠ પોલિસ અધિકારીના જણાવ્યા અનુસાર ગેસ સિલિન્ડરમાં આગ લાગવાના કારણે અમુક લોકો ઘાયલ થઈ ગયા હતા. બાદમાં ભીના કપડાથી ગેસને ઓલવવામાં આવ્યો અને ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.

દિલ્લીમાં જે રીતે સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે તે ચિંતાનો વિષય છે. 8 ઓક્ટોબરે પણ દિલ્લીમાં એક ગોદામમાં આગ લાગી ગઈ હતી. ગોદામમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેના પર કાબુ મેળવવા માટે 18 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી. જો કે આ દૂર્ઘટનામાં કોઈ ઘાયલ થયુ નથી. આ આગ ઓખલાના ફેઝ-2માં કૉટન ગોડાઉનમાં લાગી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X