Delhi: પટપડગંજ ઔદ્યોગિક ક્ષેત્રમાં લાગી ભીષણ આગ, એકનું મોત
Delhi: પટપડગંજ ઔદ્યોગિક ક્ષેત્રમાં લાગી ભીષણ આગ, એકનું મોત
નવી દિલ્હીઃ દેશની રાજધાની પટપડગંજ વિસ્તારમાં આગ લાગવાના અહેવાલ સામે આવ્યા છે. જાણકારી મજબ આ આગ પટપડગંજ ઔદ્યોગિક ક્ષેત્રમાં લાગી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 32 ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી. જાણકારી મુજબ આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.

જણાવી દઈએ કે હાલમાં જ પીએમના સત્તાવાર આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પાસે એસપીજીના રિશેપ્સનમાં આગ લાગી ગઈ હતી. આગ પીએમ આવાસ સ્થિત એસપીજીના રિશેપ્સનમાં યૂપીએસ બેટરીમાં લાગી હતી. પીએમ કાર્યાલય તરફથી ટ્વીટ કરી આ ઘટનાની જાણકારી આપામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે શૉર્ટ સર્કિટને કારણે બંગલા નંબર 9માં મામૂલી આગ લાગી ગઈ. આ પીએમ મોદીના આવાસ અથવા કાર્યાલય પરિસરમાં નથી લાગી, પરંતુ એલકેએમ કૉમ્પ્લેક્સના એસપીજી રિસેપ્શનમાં લાગી છે. આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જો કે પીએમઓએ જણાવ્યું કે આગ લાગવાની ઘટના ગંભીર નથી, પરંતુ સુરક્ષાના હિસાબે તમામ જરૂરી પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે. થોડા સમયમાં જ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામા આવ્યો.












Click it and Unblock the Notifications
