અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં સાધુઓ વચ્ચે ખૂની જંગ, એકનું મોત

hanumangarhi-temple-ayodhya
અયોધ્યા, 22 જુલાઇ : રામનગરી અયોધ્યાના પ્રસિદ્ધ હનુમાનગઢી વિસ્તારમાં રવિવારે સાધુઓના બે જુથો વચ્ચે દીવાર ઉભી કરવા બાબતે સામસામી ફાયરિંગ થયું હતું. આ ખૂની ખેલમાં એકનું મોત નિપજ્યું છે. ફાયરિંગમાં બારાબાંકી જિલ્લાના દુલહદેપુર ગામના નિવાસી મજૂર રામ ભરત (40)નું મોત થયું હતું. જ્યારે સાધુ બલરામદાસના ચેલા અનિલ દાસ ઘાયલ થઇ ગયા હતા.

ઘટના સ્થળે પોલીસે 12 બોરની બે બંદૂકો અને 315 બોરની એક કારતૂસ જપ્ત કરી છે. સ્થિતિ તણાવપૂર્ણ હોવાથી સમગ્ર વિસ્તારમાં પીએસી નિયુક્ત કરી દેવામાં આવી છે. સમાજવાદી સંત સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભવનાથ દાસે ત્રણ દિવસ પહેલા હનુમાનગઢી મંદિરની સાંકડી ગલી આગળ દીવાર બનાવી તેને બંધ કરી દીધી હતી. આ ગલીમાંથી જ હરિશંકર દાસ પહેલવાનના ઘરમાં ઉપર જવાનો રસ્તો છે.

આ મુદ્દે બંને વચ્ચે વિવાદ વકર્યો હતો. હરિશંકર દાસનું કહેવું છે કે આ હનુમાનગઢીની જાહેર સંપત્તિ છે. રવિવારે સાંજે મજૂરો દીવાર તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફથી તેમની પર પત્થરબાજી થઇ અને લાકડી અને વાંસ લઇને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બલરામ દાસે ગોળી ચલાવી હતી તો સામે પક્ષેથી પણ ગોળી ચાલી હતી. જેમાં મજૂરનું મોત નિપજ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X