શિવસેના ઉપાધ્યક્ષ પર કાર્યાલયમાં ઘુસી જીવલેણ હુમલો!

કાર્યકર્તાઓએ હાથમાં ખુલ્લી તલવારો લઇને પંજાબ સરકારની સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યો. આ દરમિયાન કાર્યકર્તાએ આસ-પાસની ઘણી દુકાનો જબરદસ્તી બંધ કરાવી દીધી.
શિવસેના કાર્યકર્તાઓએ ખાલિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર લગાવતા પંજાબ સરકાર પર આરોપ લગાવ્યો કે પંજાબ સરકાર પંજાબમાં ફરીથી આતંકી વાતાવરણ સર્જવામાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લુધિયાનામાં શિવ સેનાના પંજાબ ઉપાધ્યક્ષ આર ડી પૂરીને એક અજાણ્યા શખ્શે તેમના કાર્યાલયમાં ઘુસીને ફાયરિંગ કરી મારવાની કોશિશ કરી હતી પરંતુ તેમનું નસીબ સારું હોવાના કારણે તેઓ ગોળીઓથી બચી ગયા હતા.












Click it and Unblock the Notifications
