કોરોનાવાયરસથી ભારતમાં પહેલું મોત, 76 વર્ષીય વૃદ્ધે દમ તોડ્યો
કોરોનાવાયરસથી ભારતમાં પહેલું મોત, 76 વર્ષીય વૃદ્ધે દમ તોડ્યો
નવી દિલ્હીઃ ભારતમા કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે આ બધાની વચ્ચે કર્ણાટકમાં એક 76 વર્ષીય વૃદ્ધનું આ મહામારીને પગલે મોત થયું છે. પ્રાપ્ત જાણકારી મુજબ ગુરુવારે મોડી રાત્રે સરકારી અધિકારીઓએ જણાવ્યું કે કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં મંગળવારે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું, તે કોરોનાવાયરસથી સંક્રમિત હતો. તેમણે જણાવ્યું કે મૃતક પાછલી 29 ફેબ્રુઆરીએ સાઉદી અરેબિયાની યાત્રા કરીને પરત ફર્યો હતો, હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેનું સ્ક્રીનિંગ થયું હતું પરંતુ તે દરમિયાન વૃદ્ધમાં કોરોના જેવા કોઈ લક્ષણની ઓળખ નહોતી થઈ શી, તે સંદિગ્ધ દર્દીઓમાં સામેલ હતા.

કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી બી શ્રીરામુલુએ પણ કુલબર્ગીમાં કોરોનાવાયરસથી સંક્રમણથીમરનાર વૃદ્ધની પુષ્ટિ કરી છે. તેમણે ટ્વીટ કરતા જણાવ્યું કે કલબુર્ગીમાં એક 76 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે તેઓ કોરોનાવાયરસથી સંક્રમિ હતા. પ્રાપ્ત જાણકારી મુજબ જ્યારે વૃદ્ધનું મોત થયું હતું ત્યારે તે કોરોનાવાયરસથી સંક્રમિત હોવાની શંકા હતી, બાદમાં તપાસ દરમિયાન તેનામાં કોરોનાવાયરસની પુષ્ટિ થઈ.
જણાવી દઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા બુધવારે મહામારી ઘોષિત કરાયા બાદ અને ભારતમાં કોરોના વાયરસના વધતા મામલાને જોતા કેન્દ્ર સરકાર કેટલાય મહત્વના પગલાં ભરી રહી છે. કેટલાય રાજ્યોમા કોરોનાવાયરસને પગલે સ્કૂલ અને સાર્વજનિક સ્થાનોને બંધ કરી દેવામાં આવ્યા છે જ્યાં હંમેશા ભીડ હોય ચે. આ ક્રમમાં છત્તીસગઢ અને ઉત્તરાખંડ સરકારે પણ પોતાના રાજ્યોમાં મહામારીના સંભવિત વિસ્તારોને રોકવા માટે મોટું પગલું ભર્યું છે, રાજ્યમાં તમામ સ્કૂલોને 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ કોરોનાવાયરસે વિશ્વના 117 દેશોને પોતાના લપેટામાં લઈ લીધા છે અને અત્યાર સુધી આ મહામારીથી મરનારાઓનો આંકડો 4600ને પાર ચાલ્યો ગયો છે.












Click it and Unblock the Notifications
