વિદ્યાર્થીઓ આનંદો, કેન્દ્રીય મંત્રિમંડળની પહેલી બેઠકમાં લેવાયો આ મોટો ફેસલો

વિદ્યાર્થીઓ આનંદો, કેન્દ્રીય મંત્રિમંડળની પહેલી બેઠકમાં લેવાયો આ મોટો ફેસલો

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રિમંડળની પહેલી બેઠકમાં પીએમ સ્કૉલરશિપ સ્કીમ હેઠળ મળતી રાશિ વધારવાનો ફેસલો લેવામાં આવ્યો છે. નેશનલ ડિફેન્સ ફંડ અંતર્ગત આવતી આ સ્કીમમાં અત્યાર સુધી છોકરાઓને 2000 અને છોકરીઓને 2500 રૂપિયા મળતા હતા. જેમાં બાદલાવ બાદ છોકરાઓને 2500 અને છોકરીઓને 3000 રૂપિયા મળશે. સ્કીમ અંતર્ગત હવે આતંકી કે નક્સલી હુમલામાં શહીદ પોલીસકર્મીઓના બાળકોને પણ મદદ મળશે. નવી સરકારમાં પીએમે સૌથી પહેલા આ ફાઈલ પર સાઈન કર્યા.

પહેલી કેબિનેટ બેઠક

શુક્વારે બપોરે મંત્રિઓના વિભાગમાં વહેંચણી બાદ પહેલી કેબિનેટ મીટિંગ મળી રહી છે. પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત તમામ મંત્રી બેઠક માટે પહોંચ્યા છે. અગાઉ શુક્રવારે બપોરે તમામ મંત્રિઓના મંત્રાલયની વહેંચણી કરવામાં આવી. શુક્રવારે સવારે જ મંત્રિઓના વિભાગની સૂચી સામે આવી.

અમિત શાહને ગૃહ મંત્રાલય, રાજનાથને રક્ષા મંત્રાલય

અમિત શાહને ગૃહ મંત્રાલય, રાજનાથને રક્ષા મંત્રાલય

નવી સરકારમાં રાજનાથ સિંહને રક્ષા મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. અમિત શાહને ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. નીતિન ગડકરીને રોડ પરિવહન અને રાજ્યમાર્ગ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું છે. એસ જયશંકર ભારતના નવા વિદેશ મંત્રી બન્યા છે. પ્રકાશ જાવેડકરને સૂચના અને પ્રસારણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. મોદી કેબિનેટમાં 57 મંત્રી બનાવવામાં આવ્યા છે.

શપથ વિધિમાં દેશ-વિદેશથી મહેમાનો આવ્યા

શપથ વિધિમાં દેશ-વિદેશથી મહેમાનો આવ્યા

નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે બીજીવાર પીએમ પદના શપથ ગ્રહણ કર્યા છે. મોદી સતત બીજીવાર પીએમ બન્યા છે. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. મોદીની સાથે 57 મંત્રીઓએ પણ શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં 7000થી વધુ મહેમાનો સામેલ થયા. દેશના ઉપરાંત બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, નેપાળ અને ભૂતાનના પણ મોટામોટા નેતા સામેલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X