For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલાં કસાબ પછી અફઝલ અને હવે કોનો નંબર !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

balwant-singh-rajoana
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: પહેલાં મુંબઇ હુમલાના આરોપી પાકિસ્તાની આતંકવાદી અજમલ આમીર કસાબને રાતો રાત ફાંસી આપ્યા બાદ લોકતંત્રના મંદિર પર હુમલાના સૌથી મોટો આરોપી અફઝલ ગુરૂને ફાંસી આપવામાં આવી. હવે એવા સવાલો ઉભા થઇ રહ્યાં છે કે સરકાર પાસે પણ કેટલાક મોટા ગુનેગારોની અરજી પેન્ડિંગ પડી છે જેમને જલદી ફાંસી પર લટકાવી દેવા જોઇએ. સમગ્ર દેશ નજર તે તરફ મંડાયેલી છે હવે કોનો આવશે.

રાજીવ ગાંધીના હત્યારા

રાજીવ ગાંધી હત્યાકાંડમાં દોષી સાબિત થયેલા સંથન, મુરૂગન અને પેરારિવલનને 1998માં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. તેમને ગત વર્ષે 9 સપ્ટેમ્બર 2011ના રોજ ફાંસીના માંચડે લટકાવવાના હતા પરંતુ તેમના દ્રારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું છે કે તેમની દયાની અરજીની પતાવટમાં 11 વર્ષ લાગ્યાં છે અને એવા સમયે તેમને ફાંસીની સજા આપવી યોગ્ય નથી. 11 ઓગષ્ટ 2011ના રોજ રાષ્ટ્રપતિએ તેમની દયાની અરજીને નકારી કાઢી હતી. સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

રાજોઆના: બેઅંત સિંહનો હત્યારો

31 ઓગષ્ટ 1995ના રોજ પંજાબના મુખ્યમંત્રી બેઅંત સિંહની હત્યાના બલવંત સિંહ રાજોઆનાની ફાંસીની સજા હજુ સુધી અટકેલી પડી છે. કોર્ટે 31 જુલાઇ, 2007ને બલવંત સિંહને ફાંસીની સજા સંભળાવી હતી, જેના વિરૂદ્ધ બલવંત રાજોઆનાએ હાઇકોર્ટમાં કોઇ અપીલ દાખલ કરી ન હતી. હાઇકોર્ટમાંથી સજાની પુષ્ટિ થયા બાદ જિલ્લા અદાલતે પાંચ માર્ચના રોજ પટિયાલ જેલ અધિક્ષકને એક્ઝીક્યૂશન વોરંટ જાહેર કર્યા હતા. જેલ અધિક્ષકે કેટલાક તર્ક રજૂ કરીને બલવંત સિંહ રાજોઆનાને ફાંસી પર ચઢાવવાથી મનાઇ કરી દિધી અને તે આ મામલો તેમના અધિકાર ક્ષેત્રમાં નહી આવતો ન હોવાનો હવાલો આપતાં ડેથ વોરંટ પરત કરી દિધું. પરંતુ કોર્ટે આ મામલે ખુદ સરકાર જ રાજોઆનાની સજાને માફ કરવા માટે રાષ્ટ્રપતિ સાસે દયાની અરજીને લઇને પહોંચી. આ મામલો હજુ સુધી પણ વિચારધીન છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં શિઅદ-ભાજપની ગઠબંધન વાળી સરકાર છે.

અશફાક: લાલ કિલ્લા પર હુમલો

22 ડિસેમ્બર 2000ના રોજ લશ્કર-એ-તોઇબાના આતંકવાદીઓએ લાલ કિલ્લા પર હુમલો કર્યો હતો. આ કેસમાં અશફાક ઉર્ફ આરિફની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના કડકડડૂમા કોર્ટે 31 ઓક્ટોબર 2005ના રોજ અશફાકને ફાંસીની સજા સંભળાવી હતી. આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઇકોર્ટે 13 સપ્ટેમ્બર 2007ના રોજ અશફાકની સજા યથાવત રાખી છે. ફરી સુપ્રિમ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટે 10 ઓગષ્ટ 2011ના રોજ અશફાકની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી.

ભુલ્લર: રાયસીના પર બોમ્બ બ્લાસ્ટ

11 સપ્ટેમ્બર 1993ના રોજ દિલ્હીના રાયસીના રોડ સ્થિત યૂથ કોંગ્રેસની ઓફિસ બહાર આતંકવાદીઓએ કાર બોમ્બ ધમાકો કર્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં 9 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 35 લોકોને ઇજા પહોંચી હતી. પટિયાલા હાઉસ કોર્ટ સ્થિત ટાડા કોર્ટે 25 ઓગષ્ટ 2001ના રોજ ભુલ્લરને ફાંસીની સજા સંભળાવી હતી. સુપ્રિમ કોર્ટે 22 માર્ચ 2002ના રોજ ફાંસીની સજા પર મોહર લગાવી હતી. ત્યારબાદ ભુલ્લરે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી. રાષ્ટ્રપતિએ 27 મે 2011ના રોજ દયાની અરજી નકારી કાઢી હતી. આ દરમિયાન ભુલ્લરના પરિવારજનોએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી ફાંસીની સજા ઓછી કરવા માટે માંગણી કરી જે હજુ પણ પેન્ડિંગ છે.

English summary
First Kasab now Afzal who is the Next.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X